વડાલીમાં આધાર પુરાવા વગર ઘર ભાડે આપતા મકાન માલિક સામે વડાલી પોલીસ સ્ટેશન એ ગુનો નોંધાયો
આધાર પુરાવા લીધા વગર મકાન ભાડે આપતા મકાન માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો
વડાલી શહેરમાં આધાર પુરાવા લીધા વગર ઘર ભાડે આપતા મકાન માલિક સામે પોલીસ ઇન્સ્પેક્ટરે જાતે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
વડાલી શહેરના બજરંગપુરા વિસ્તારમાં રહેતા કોદરભાઈ શંકરભાઈ બામણીયાએ પોતાની માલિકીનું મકાન બીજા કોઈને તાજેતરમાં ભાડે આપ્યું હતું પરંતુ તેમની કોઈપણ આઈ ડી પ્રૂફ ફોટો સહિતના કોઈપણ આધાર પુરાવા વગર મકાન ભાડે આપ્યું હતું અને જેની જાણ પોલીસ સ્ટેશનમાં પણ કરી ન હતી જેથી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થયો હતો
જે મામલે વડાલી પોલીસ ઇન્સ્પેક્ટર ના જાણ થતા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી જે મામલે પોલીસ ઇન્સ્પેક્ટર એ કોદરભાઈ શંકરભાઈ બામણીયા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી જેથી આધાર પુરાવા વગર મકાન ભાડે આપતા મકાન માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ પોલીસ સ્ટેશનની જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891