વડાલી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પતિ સામે છેડતીની ફરીયાદ કરાઈ
વડાલી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ના પતિ એ મહિલાની છેડતી કરતાં પીડીતા ના પતિ આરોપી ને સમાધાન માટે મળવા બોલાવ્યો પણ મળવાના બદલે ચુલ્લા ગામ નજીક બિલોડી મગરી જોડે તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પતિ એ અને અન્ય ત્રણ ઈસમોએ મળીને પિડીતાના પતિ અને તેના સાળા પર લાકડાના ડંડો અને બેટ હુમલો કરી માર મારી ઈજા ઓ પહોંચાડી જાનથી મારી નાખવાલી ધમકી આપતાં ચાર વિરુદ્ધ ફરિયાદ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ
પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ ચુલ્લા ગામના અનિલ લાલાભાઇ પરમાર (ઠાકોર) ની પત્નીને વડાલી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખના પતિ દિલીપજી કાન્તીજી ઠાકોર એ 10 ઓક્ટોબરે બપોરે 12:00 વાગે અનિલભાઈ ની પત્ની ઘરે એકલા હતા તે દરમિયાન ઠાકોર દિલીપજી ઘરે જઈને છેડતી કરી હતી ત્યારે પીડીતા એ છેડતી અંગે તેના પતિને વાતની કરિ હતી તે બાબતા પિડીતાના પતિ અનિલભાઈ એ આરોપી દિલીપજી ને ફોન કરીને જણાવેલ કે તારી ભુલ ના હોય તો મારી જોડે આવ આપણે બંને મળીને નિરાકરણ લાવી દઈએ પરંતુ આરોપી દિલીપજી ન મળવા જતા પિડીતા ના પતિએ ચુલ્લા ગામના તેમના મિત્ર મારફતે દિલીપજીને વિજયનગર ત્રણ રસ્તા સમાધાન કરવા બોલાવ્યા હતા પરંતુ ત્યાં પણ મળવા માટે ન આવ્યા હતા ત્યારબાદ પિડીતાનો પતિ અને સાળા વડાલી થી ચૂલ્લા તરફ રાત્રિના આઠ વાગે બાઈક ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન બિલોડી મગરી પાસે દિલીપજી અને તેમના ત્રણ ભાઈઓ એ અનિલભાઈ અને તેમના સાળા પર હુમલો કર્યો હતો લાકડી અને બેટ થી માર મારવામાં લાગ્યા હતા તે દરમિયાન અનિલભાઈ ના બંને સાળા છુટા પાડવા વચ્ચે પડતાં વિક્રમભાઈ ને ઈજાઓ પહોચાડી હતી અને કલ્પેશભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા ત્યારે અનિલ લાલાભાઇ એ પરમાર(ઠાકોર) વડાલી પોલીસ સ્ટેશનમાં ચાર વિરુદ્ધ ફરિયાદ નોધાવી
બોક્સ. ચાર વિરુદ્ધ ફરિયાદ
1 દિલીપજી કાન્તિજી ઠાકોર ચૂલ્લા
2 સુરેશ કાન્તિજી ઠાકોર ચુલ્લા
3 હરીભાઈ જેઠાભાઈ ઠાકોર ચુલ્લા
4 જીગરભાઇ રઘજીભાઈ ઠાકોર ચુલ્લા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા