>
Thursday, September 18, 2025

આરોગ્ય સાથે ચેડા:- ઉના ની શ્રી શંકર બેકરી દ્વારા લોકો ના આરોગ્ય સાથે ચેડા

આરોગ્ય સાથે ચેડા:- ઉના ની શ્રી શંકર બેકરી દ્વારા લોકો ના આરોગ્ય સાથે ચેડા

 

ભ્રષ્ટ ખોરાક અને ઔષધ વિભાગ ઘોર નિંદ્રામાં ફરિયાદ કરી છતાં કાર્યવાહી નહી.આખરે ઉચ્ચકક્ષાએ રજૂઆત

 

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામા શ્રી શંકર બેકરી દ્વારા બટર,ખારી તેમજ અન્ય ખાદ્ય સીજ વસ્તુઓ વેચવાનું કામ થઈ રહ્યું છે ત્યારે જે ખારી બટર લોકલ માર્કેટ મા વેચવા માં આવે છે તેના પર પેકિંગ ડેટ કે લાગવા મા આવતી નથી તેમજ વસ્તુઓ ની માં ફૂગ જોવા મળેલ છે ગીર સોમનાથમાં ના ઉના માં ભેળસેળ યુક્ત ખોરાક નો સિલસિલો ચાલુ થોડા સમય પેલા જ ઉનામાં નકલી માખણ નો જથ્થો પકડી પાડયો હતો ત્યારે ભેળસેળ કરતા વેપારીઓ અને લોકો ના આરોગ્ય ને જોખમ બને તેવી નબળી ગુણવતા વાળી વસ્તુઓ નું વેચાણ થઈ રહ્યું તેમ છતાં પણ ફૂડ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાય આવે છે ક્યાં સુધી ખોરાક લોકો ના આરોગ્ય સાથે ચેડા સહન કરવા ? પ્રોડક્ટ પર પેકિંગ ડેટ નથી હાલ ઉનામાં પુરવઠા વિભાગ દ્વારા મોટા પ્રમાણ માં લુઝ,સોયા તેલ અને પામ તેલ નો જથ્થો પકડી પાડયો હતો મળતી માહિતી મુજબ કાલ ના દિવસે પણ ફૂડ વિભાગ ની વિવિધ 3 ટીમો દ્વારા વિવિધ જગ્યા કર ચેકીંગ કર્યું હતું તો આવા ભેળસેળિયા સાથે કાર્યવાહી ક્યારે તે પણ એક શંકા નો વિષય છે 19/09/2024 ના રોજ ફૂડ વિભાગ ને મેલ તેમજ ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી હતી તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવા માં આવી નથી કાર્યવાહી ના થતાં અરજદાર દ્વારા ઉચ્ચકક્ષા એ રજૂઆત કરવા માં આવી

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores