વડાલી શહેરમાં શ્રી રામ સેવા ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું
વડાલી ના રામનગર વિસ્તાર માં શ્રી રામસેવા ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળા નંબર 4 માં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું
જેમાં રામનગર વિસ્તાર ના રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું.. જે કાર્યક્રમ માં અતિથિ વિશેષ તરીકે તખતસિંહ હડિયોલ ને આમન્ત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં શ્રી રામસેવા ટ્રસ્ટ ના અધ્યક્ષ દિનેશભાઇ રાવજી. યશરાજ સિંહ ભાટી ( પ્રમુખશ્રી વડાલી નગરપાલિકા ) ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, ડો રાજેશ ભાઈ ઠાકોર , વિક્રમભાઈ સગર રવિકાન્ત ભાઈ ઠાકોર, તથા શ્રી રામસેવા ટ્રસ્ટ પ્રમુખશ્રી રણવીર ભાઈ ખટીક, ઉપપ્રમુખશ્રી રંગાજી વણજારા, મંત્રીશ્રી પંકજભાઈ ભાગડિયા , તથા કારોબારી સભ્યો અને વિસ્તાર ના લોકો હાજર રહ્યા. એકત્રિત થયેલ ૪૫ જેટલી રક્ત ની બોટલ ને ઇડર ની શ્રીમતી ડાહીબેન રતિલાલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ત્રિમૂર્તિ બ્લડ સેન્ટર ને સોંપવામાં આવી હતી. જેમાં ભદ્રેશ ભાઈ મહેતા ની ટીમ ઉપસ્થિત રહી હતી. શ્રી રામ સેવા ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા