વડાલી પોલીસ સ્ટેશનમાં 3 મહિના અગાઉ નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીને વડાલી પોલીસે ઝડપી પાડ્યો
નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સ્મિત ગોહિલ ના ઓએ સાબરકાંઠા જિલ્લામાં મોબાઈલ ચોરીઓના ગુન્હા અટકાવવા તથા અનડિટેકટ શોધી કાઢવા માટે સૂચના આપી હતી જે સંદર્ભે ઇડર વિભાગીય પોલીસ અધિકારી શ્રી સ્મિત ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી પી વાઘેલા તથા પોલીસ સ્ટાફના માણસો સતત દિશામાં કાર્યરત હતા
તારીખ 22 /10 /2024 ના રોજ પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ત્રણ રસ્તા પાસે આવતા મગનભાઈ અમરાજી અને યુવરાજસિંહ કિરીટસિંહ ને ખાનગી બાતમી હતી કે એક વ્યક્તિ જેને ભગવા કલરનું પ્રિન્ટ વાળો આખી બાય નો શર્ટ તથા ગુલાબી કલરનું પેન્ટ પહેરેલ છે જેની પાસે ચોરી નો મોબાઇલ ફોન છે જે બાતમી આધારે વડાલી ધરોઈ ત્રણ રસ્તા પાસે અલગ અલગ ગોઠવાઈ ગયા અને વાતની બાતમી વાળો ઈસમ આવતા ઈસમને પકડી પાડીને તેનું નામ અને સરનામું પૂછતા પોતાનું નામ વિપુલભાઈ કાળાભાઈ કોદરભાઈ તરાળ રહે ધરોદ તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા હોવાનું જણાવતા તેની પાસેથી redmi 10 prime મોબાઇલ હોય જેનો IMEI નંબર ચેક કરતા 869598056625398 તથા 869598056625414 જે મોબાઈલ પોતાના પાસે રાખેલ હોય જેના આધાર પુરાવા બીલ માંગતા તે મોબાઇલ ક્યાંથી લાવ્યો છે તે બાબતે તપાસ કરતા ગઈ તારીખ 28/ 8/ 2024 ના રોજ હું અને મારો મિત્ર કુલદીપભાઈ તેમજ દશરથ વણઝારા બીજો એક મિત્ર બજરંગપુરા ખાતે બપોરના સમયે આશરે બે થી ત્રણ વાગે એક દુકાનમાં બિરયાની ખાવા ગયા હતા અને બિરયાની ખાધા પછી બધા ઊભા થઈ ગયા હતા અને અમારી સાથેના કુલદીપ એ તેનો મોબાઇલ ટેબલ પર મૂક્યો હતો અને તે મોબાઇલ લેવાનું ભૂલી જતા મેં તેને મોબાઈલ લઈને સ્વીચ ઓફ કરીને મારા ખિસ્સામાં મૂકી દીધો હતો અને તે મોબાઇલ લઈને હું મારા ઘરે લઈને જતો રહ્યો હતો એમ જણાવ્યું હતું જે બાબતે પોલીસ સ્ટેશનને ખાતરી તપાસ કરાવતા વડાલી પોલીસ સ્ટેશનને ગુનો નોંધાયેલ હોય જે ગુન્હા ના કામે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી
આમ વડાલીમાં ત્રણ માસ અગાઉ નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુના નો ભેદ ઉકેલમાં વડાલી પોલીસને સફળતા મળી હતી
ગુન્હાના કામે રિકવર કરેલ મુદ્દા માલ .-
Redmi કંપનીનો ટેન પ્રાઈમ મોડલ નો મોબાઇલ ફોન કિંમત 13500/- પોલીસે જપ્ત કર્યો હતો
કામગીરી કરનાર અધિકારી કર્મચારી–
પી પી વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર
પો કો. મગનભાઈ અમરાજી
પો કો. યુવરાજસિંહ કિરીટસિંહ
પો કો. કીર્તિ કુમાર દશરથભાઈ
પો કો. જીગ્નેશ કુમાર ઈશ્વરલાલ
પો કો. ધવલકુમાર રાજેશભાઈ
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891