Sunday, December 22, 2024

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારુતિ સ્વિફ્ટ ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ પકડીને કુલ 6,16,760 નો પ્રોહી મુદ્દા માલ પકડી પાડવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠાને સફળતા મળી

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારુતિ સ્વિફ્ટ ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ પકડીને કુલ 6,16,760 નો પ્રોહી મુદ્દા માલ પકડી પાડવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠાને સફળતા મળી

 

નાયબ પોલીસ મહાન નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ સાબરકાંઠા ના હોય એ સાબરકાંઠા જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી નેસ્ત નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હતી તે આધારે શ્રી એસ એન કરંગીયા પોલીસ ઇન્સ્પેક્ટર LCB એ સતત માર્ગદર્શન અને સૂચના પૂરી પાડી હતી જેના ભાગરૂપે LCB સ્ટાફના શ્રી ડી સી પરમાર પો.સ.ઈ. LCB રાહબરી હેઠળ ગુના શોધી કાઢવા ASI દેવુસિંહ બ્રિજેશભાઈ હિમાંશુ રાજ HC નરસિંહભાઈ વિનોદભાઈ કલ્પેશકુમાર PC પ્રહર્ષ કુમાર હિમાંશુ નિરીલ કુમાર દર્શન કુમાર ઇન્દ્રજીતસિંહ નરેન્દ્રસિંહ વગેરે માણસોએ ટીમ બનાવેલ હતી

 

આ ટીમના માણસો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી અંગે તપાસમાં હતા તે દરમિયાન PC નીલ કુમાર ને બાતમી મળતા એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની શિફ્ટ ગાડી નંબર GJ 27 DH 9418 નો ચાલક રાજસ્થાન થી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આરટીઓ સર્કલ રોડ તરફ થઈ વિજાપુર રોડ તરફ જનાર છે જે બાતમીના આધારે દેરોલ ગામ નજીક હિંમતનગર થી વિજાપુર તરફ જતા હાઈવે રોડ ઉપર તપાસમાં ઊભા હતા

તે દરમિયાન બાતમી મુજબ સફેદ કલરની મારુતિ સુઝીકી કંપનીની સ્વીફ્ટ ગાડી નંબર GJ 27 DH 9418ની આવતા રોડ બ્લોક કરતા ગાડીના ચાલકે દૂરથી પોલીસની નાકાબંધી જોઈ પોતાના કબજે સ્વીફ્ટ ગાડી દૂર ઉભી રાખી અંધારાનો લાભ લઇ ભાગી ગયેલ હતો જેથી ગાડીમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની પેઢીઓ નંગ 24 બોટલ ટીન નંગ 720 કિંમત ₹1,16,760 સ્વીફ્ટ કિંમત 5 લાખ મળી કુલ 6,16,760 નો મુદ્દા માલ મળી આવતા તપાસ કરી કબજે કરી આરોપીઓ વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે જી ગુજરાત મુજબનો પ્રોહિ કેસ કરવામાં આવ્યો

 

પકડાયેલ મુદ્દા માલ..

 

વિદેશી દારૂની પેટીઓ નંગ 24 બોટલ ટીન નંગ 720 કિંમત ₹1,16,760

એક શિફ્ટ ગાડી કિંમત 5 લાખ મળી કુલ 6,16,760 નો મુદ્દા માલ..

 

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores