બનાસકાંઠા જિલ્લાના ડીસા માં વિશાલા બજાર વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં ચાલતા સિયા માર્કેટિંગ નામના ઘી ના ગોડાઉનમાં રેડ કરી 300 ડબ્બા ઘીના તેમજ વેજ ફેટના જપ્ત કર્યા હતા. જ્યારે મોડી રાત્રે ડીસા જીઆઇડીસી વિસ્તારમાં રેલ્વે ફાટક નજીક આવેલી અણધડેશ્વર ઓઇલ મીલમાં રેડ કરતા તેલનો જથ્થો ઝડપાયો હતો જેથી જુદા જુદા પેકિંગમાં 2,368 kg તેલ નો જથ્થો કિંમત રૂપિયા 2.38 લાખનો સિઝ કર્યો હતો આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ટી. એચ પટેલે જણાવ્યું હતું કે ડીસામાં સિયા માર્કેટિંગ અને અણધડેશ્વર ઓઇલ મીલમાં રેડ કરતા ઘી અને તેલનો જથ્થો શંકાસ્પદ જણાતા તેની સીઝ કરવામાં આવ્યો છે. રિપોર્ટર – પરબત દેસાઈ
બનાસકાંઠા જિલ્લાના ડીસા માં વિશાલા બજાર વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં ચાલતા સિયા માર્કેટિંગ નામના ઘી ના ગોડાઉનમાં રેડ કરી
અન્ય સમાચાર