અંબાજીમાં 15 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ.
ઓળખી તો શખ્સ જ જાડિયોઓમાં લઈ ગયો ને વારાફરતી છ નરાધામોએ દુષ્કર્મ ગુજારીયુ સગીરા બુમો ના પાડે તે માટે મોઢામાં ડૂચો માર્યો.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે. ચોરી, લૂંટ હત્યાના બનાવવાની સાથે સાથે દુષ્કર્મની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી માં સગીર પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે.માહિતી અનુસાર 15 વર્ષીય સગીરા પોતાના મોટા પપ્પાના ઘરે જવા નીકળી હતી તે દરમિયાન ઓળખીતા વ્યક્તિએ તેને બાઈક પર બેસાડી લીધી હતી ત્યારબાદ સગીરા ને અવા વરુજગ્યાએ લઈ જઈ 6 નવા જમાઈ સાથે મળીને સામૂહિક બળાત્કારના અંજામ આપ્યો હતો.આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
ફરિયાદના આધારે અંબાજી પોલીસે તપાસ શરૂ કરી છે અને સગીરાના મેડિકલ ચેકઅપ માટેની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી ફરિયાદમાં સગીરાની માતાએ આરોપી ઘોડા ટાકણી ગામનો વ્યક્તિ હોવાનો ઉલ્લેખ કર્યો છે જે સગીરાને બાઈક પર બેસાડીને છાપરી રોડ પર અવા વરુ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં છ નરા ધમોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું સગીરા બુમોના પાડે તે માટેના મોઢામાં ડુચો લગાવી દીધો હતો. પવિત્ર યાત્રા ધામમાં દુષ્કર્મની ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓ ફિટકાર વરસાવી રહ્યા છે આરોપીને જલ્દી માં જલ્દી પકડી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. હજુ સુધી એક પણ આરોપી પકડાયો નથી.રિપોર્ટર – પરબત દેસાઈ