વડીલોના વૃંદાવન કાર્યક્રમ ધામડી મુકામે સત્સંગ યોજાયો
નુતન વર્ષના પ્રથમ શનિવારે સંત દોલતરામ આશ્રમ, ધામડી મુકામે દિવ્ય સત્સંગ સમારોહમાં સંતશ્રી મણીરામ મહારાજ, સંતશ્રી દશરથસિંહજી બાપુ, સંતશ્રી ધુળારામ મહારાજ, જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ, શ્રી અમીચંદભાઈ પટેલ તથા સ્વર્ગસ્થ જયંતીભાઈ પાટીદારના દીકરા ભરતભાઈ પટેલના સાનિધ્યમાં દિવ્ય સત્સંગ સમારોહ યોજાયેલ.
જેમાં સૌ સંતોએ પોતાનો અમૂલ્ય સત્સંગ પીરસ્યો હતો. વડાલી સ્થિત અને મોરઝેર મહાદેવ, પથમેડા ગૌશાળા અને વડાલી શિવ મંદિરમાં જેમનું અમૂલ્ય દાન રહેલું છે તેવા શ્રી લક્ષ્મણસિંહ ઇન્દ્રસિંહ રાઠોડ દ્વારા સૌ પધારેલ હરિભક્તોને ભોજન પીરસવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે વિસનગરથી માર્શલ આર્ટ ચેમ્પિયન બ્લેક બેલ્ટ એવા શ્રી જયદેવભાઈ ચૌધરી, ખેડબ્રહ્મા નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી પ્રવિણસિંહજી દેવડા, સાબરકાંઠા બેંકના પૂર્વ ડિરેક્ટર શ્રી શામળભાઈ પટેલ, ખેડબ્રહ્માના દસ વખત MDRT રહી ચૂકેલ શ્રી સુરેશભાઈ જેઠાભાઈ પટેલ, રોધરાથી શ્રી જીતુભાઈ પટેલ, સવાસલા કંપાના શ્રી ગોપાલદાદા અને સાડા ચારસો જેટલા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વિસનગરના શ્રી જયદેવભાઈ ચૌધરીએ જીવન જીવવાની સાચી રીત તથા ધ્યાન યોગ પ્રાણાયામ ની સુંદર સમજ આપી કાર્યક્રમનું સુંદર સંચાલન લક્ષ્મીપુરાના શ્રી જયંતીભાઈ પ્રજાપતિએ કર્યું હતું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 147422
Views Today : 