બનાસકાંઠા એલસીબી પોલીસ દિવાળી બાદ બસમાંથી દારૂ ઝડપાયો છે. પાલનપુરના ખીમાણા ટોલનાકા નજીક લક્ઝરી બસમાંથી દારૂ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં બિકાનેર થી અમદાવાદ જતી લક્ઝરી બસમાંથી બે લાખથી વધુ નો દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા એલસીબી પોલીસને મળતી બાતમી ની મળેલી કે રાજસ્થાન તરફથી એક લક્ઝરી બસમાં દારૂ સંતાડી ગુજરાતમાં ઘુસાડવાનો છે જે આધારે એલસીબી પોલીસ પાલનપુર તાલુકા ખીમાણા ટોલનાકા પાસે પેટ્રોલિંગમાં હતા જે સમયે અમીરગઢ તરફથી શંકાસ્પદ ટ્રાવેલ્સ બસ આવતા એલસીબી પોલીસે તેને રોકાવી તપાસ હાથ ધરી હતી બસની છત ઉપરથી દારૂ મળી આવતા એલસીબી પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. જમા કુલ 12.25 લાખનો મુદ્દામાલ કબજે લઈ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.