મહીં સાગર ના કલેકટર વિરુદ્ધ આપવામાં આવ્યું આવેદન પત્ર મહુવા પોલીસ સ્ટેશનમાં આજરોજ SC ,ST, અને OBC સમાજ દ્વારા મહીસાગરને હલકી માનસિકતા ધરાવતા કલેક્ટર નેહા કુમારી ને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને તેને ગેર બંધારણીય રીતે શબ્દનો ઉપયોગ કર્યો તે બદલ તેની ઉપર કાયદેસર પગલાં ભરવામાં આવે તે માટે આજરોજ મહુવા તાલુકાના તમામ ગામડાઓના અને શહેરના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા મહુવા પોલીસ સ્ટેશનને લેખિત રજૂઆત કરી અને ફરિયાદ નોંધાવવામાં આવી હતી
વધું વાત કરવામાં આવેતો મહીસાગર કલેકટર નેહા કુમારી દ્વારા દલિત,આદિવાસી, વકીલો, ને અપમાનિત કરવા તેમજ તાના શાહી વિરુદ્ધમાં લેખિત ફરિયાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મહુવા પ્રમુખ દેવેન્દ્ર ચુડાસમા અને તેમની ટીમના નેજા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેના વિરુધ માં ગુન્હો દાખલ કરવાની માંગ કરવામાં આવી. જેમા મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમકે. સામાજિક કાર્યકર અને કલમ વીર ન્યુઝ ના તંત્રી પરેશભાઈ જીતીયા, યાગ્નિક ભાઈ મહિડા, સામજીક કાર્ય કરતા અરવિંદભાઈ વાઘ, એડવોકેટ પરેશભાઈ મારુ, યુવા સામાજિક કાર્યકર રાકેશભાઈ બારૈયા, મુસ્લિમ સમાજ ના યુવા સામાજિક નિશાદ કુરેશી,અબ્દુલ બાગોત કોળી સમાજના યુવા સામાજિક કાર્યકર નરેશભાઈ ઢાપા, પ્રેમજીભાઈ સરવૈયા, રમેશભાઈ વાઘ ભાણજીભાઈ ચૌહાણ, મુન્નાભાઈ દાઠીયા, જબ્બારભાઈ પાયક, સોમતભાઈ ભીલ,યુવા સામાજિક કાર્યકર ગોપાલ બેરડીયા, રાજુ ભાઈ મહિડા (હોકી) આદિવાસી સમાજ ના અગ્રણી કમલેશ ભાઈ ચૌધરી, આદિવાસી સમાજ ના મહીલા અગ્રણી ચંદ્રિકાબેન નિનામા દલિત સમાજના અગ્રણી હિંમતભાઈ ચુડાસમા, તેમજ મોટી સંખ્યા ની અંદર સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સાથોસાથ મહુવા મામલતદાર કચેરી આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને આ નેહા કુમારી સામે કડકમાં કડક સજા થાય અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
રિપોર્ટર: અબ્બાસ અલી રવજાણી મહુવા