ઈનરવ્હીલ ક્લબ ઓફ વ્યારા દ્વારા 250 વિદ્યાર્થીઓનો બ્લડ ગૃપનો ટેસ્ટ કરાયો.
ઈનરવ્હીલ ક્લબ ઓફ વ્યારા અને દક્ષિણાપથ શાળા વ્યારાના N.S.S. કેમ્પના વિધાર્થીઓ અને આશ્રમ શાળાના વિદ્યાર્થીઓનો સંયુક્ત બ્લડ ગ્રુપ ટેસ્ટનો કેમ્પ વાઝરડા ગામે યોજાયો.
તારીખ 22/11/2024 ના વાઝરડા ગામે આવેલા આશ્રમ શાળામાં ભણતા ધોરણ 11- 12 ના 200 વિદ્યાર્થીઓ અને દક્ષિણાપથ વિદ્યાલય વ્યારાના N.S.S. કેમ્પના 50 જેટલા વિદ્યાર્થીઓ એટલે કુલ 250 વિદ્યાર્થીઓ એ બ્લડ ગ્રુપ ટેસ્ટ કરાવવાનો લાભ લીધો જેમા લેબ ટેક્નિશિયન ફાલ્ગુનીબેન રાણા (ક્લબ સેક્રેટરી), દિનેશભાઈ, અલ્પેશભાઈ અને કીર્તિબહેને પોતાનો કિંમતી સમય કાઢી સેવા આપી હતી. દરેક બાળકને પોતાનો બ્લડ ગ્રુપનો કાર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનું સંપૂર્ણ આયોજન ક્લબના પ્રમુખ મીનાક્ષીબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ – સંજય ગાંધી તાપી