Sunday, November 24, 2024

ગૌમાતા ની રક્ષા કરનાર રક્ષકો પર ગૌ તસ્કરી કરતા રાક્ષસો નો ફાયરીંગ દ્વારા હુમલો.

ગૌમાતા ની રક્ષા કરનાર રક્ષકો પર ગૌ તસ્કરી કરતા રાક્ષસો નો ફાયરીંગ દ્વારા હુમલો.

 

હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ગૌમાતાની તસ્કરીની ઘટનાઓ વધતી જતા ગૌ રક્ષકો દ્વારા માહીતી ના આધારે વોચ ગોઠવી હતી.જે દરમિયાન શુક્રવારે રાત્રી ના સમયે હિંમતનગર બેરણા તરફથી એક અજાણ્યા વાહનમાં ગૌ તસ્કરી કરી આવે છે.આ માહિતી પાક્કી હોવાથી ગૌરક્ષકો ગૌમાતા ને બચાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં ગૌ-તસ્કરોએ ખેડ- ચાંદરણી રોડ પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા ની ધટના સામે આવ્યા બાદ શનિવારે ગૌ રક્ષકો એ જિલ્લા પોલીસવડાને આવદેન પત્ર આપી કડક માં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ અંગે ગૌ રક્ષક ઈશ્વરભાઈ રબારીએ અન્ય ગૌ રક્ષકોના આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગત મોડી રાત્રે પાંચેક લોકો બેરણા રોડ પર કેટલાક ગૌતસ્કરી કરતા તત્વોને પકડવા માટે ફરી રહ્યા હતા. ત્યારે ઈશ્વરભાઈ રબારી તથા જીગરભાઈ દેસાઈ બેરણા રોડ પરથી હિંમતનગર તરફ આવી રહેલા ઈનોવા કાર જી.જે.૨૩ એચ.૦૪૯૨નો બેરણા રોડ પરથી પીછો કર્યો હતો જે ઇનોવા ખેડ તસીયા રોડ પર થઈને ખેડ- ચાંદરણી તરફ ગ‌ઈ હતી.એ દરમિયાન ઈનોવા બેઠેલા પૈકી કેટલાક ઈસમોએ તેમના પાસેના હથીયાર માંથી બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.તથા લોખંડ ની ખીલીઓ ફેંકી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પરેશભાઈ દેસાઈ ના વાડામાંથી ગાયો ની ચોરી થ‌ઈ હતી તથા હિંમતનગર ના એક બસ સ્ટેન્ડ પાસેથી પણ અજાણ્યા શખ્સોએ ગાયની ચોરી કરવા ગયા હતાં.અને એટલું જ નહીં પણ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગૌ તસ્કરી અંગે લેખિત રજૂઆત કરી હતી હતી તેમ છતાં અજાણ્યા તત્વો હજુ પણ ગૌ તસ્કરી કરી રહ્યા છે.જેથી પશુ માલિકો તથા ગૌ રક્ષકો એ શનિવારે સાબરકાંઠા જિલ્લા પોલીસવડા ને આવેદનપત્ર આપી ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

 

રિપોર્ટ – સંજય ગાંધી સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores