*પાલનપુરના ખેમાણા ટોલનાકા પર ફરીવાર એક ગૌમાતા પર એસિડ એટેક કરી હુમલો કરવામાં આવ્યો..*
અગાઉ બે દિવસ પહેલા એક ગાય પર એસિડ એટેક કરી ગાય ને પીઠ ઉપરના ભાગને ગંભીર ઈજાગ્રસ્ત કરવામાં આવી હતી આ સમગ્ર મામલો સામે આવતા ગૌભક્તોમા ભારે રોષની લાગણી વ્યાપી હતી.
છેલ્લા કેટલાય દિવસથી ખેમાણા ટોલનાકા નજીક ગાયો ઉપર એસિડ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે સામાજિક તત્વો દ્વારા ગાયો નંદીઓ અને અબોલા પશુઓ પર એસિડ નાખીને 8 જેટલી ગાયોને ઇજાગ્રસ્ત કરી હોવાનું સામે આવ્યું છે વારંવાર આ બનતી ઘટનાને ધ્યાને લઈ ગૌભક્તો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને આ ઘટનાની પાલનપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ફરીથી બે દિવસ પછી એક ગાય ઉપર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા એસિડ અટેક કરી હુમલો કરતા ગૌ પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને આવી માનસિકતા ધરાવતા લોકો કે જેઓ અબોલા પશુ ઉપર નિર્દયી અત્યાચાર કરી રહ્યા છે
તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી એમને કડક માં કડક સજા કરવામાં આવે એવી ગૌપ્રેમીઓએ માંગ કરી હતી અહેવાલ = પ્રધાનજી ઠાકોર







Total Users : 153916
Views Today : 