ગીર સોમનાથ જિલ્લા ની દિકરીઓનું રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન
ગુજરાત સરકાર અંતર્ગત શાળાકીય રમતઉત્સવ હૅન્ડબોલ સ્પર્ધામાં દિકરીઓની અંડર -17 ની ટીમે મેહસાણા મુકામે યોજાયેલ રાજ્ય કક્ષા ની હૅન્ડબોલ સ્પર્ધા મા મ્યુ. ગર્લ્સ હાઈસ્કૂલ, કોડીનાર ની 7 દિકરીઓ, સરકારી માધ્યમિક શાળા વેલણ ની 2 દિકરીઓ અને કે. કે. મોરી હાઈસ્કૂલ, પ્રાચી ની 3 દિકરીઓ એ ગીર સોમનાથ જિલ્લાનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરીને ક્વાર્ટર ફાઇનલ સુધી સરાહનીય પ્રદર્શન કરેલ. ટીમ ના કોચ રણજીતભાઇ રાઠોડ અને ટીમ ના મેનેજર જગમાલભાઇ જાદવ ને ગીર સોમનાથ જિલ્લા રમત – ગમત અધિકારી અને તમામ શાળાના પરિવાર ખૂબ – ખૂબ અભિનંદન પાઠવે છે. ભવિષ્ય મા પણ આપણી શાળાની દિકરીઓને આ રીતે માર્ગદર્શન આપતા રહો તેવી શુભેચ્છા.