Saturday, December 21, 2024

તાપી જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતો જોગ.

તાપી જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતો જોગ.

 

બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા તારીખ ૧ થી ૧૫ ડિસેમ્બર સુધી ખેડુત આઇ પોર્ટલ ખુલ્લુ મુકાશે

 

સંજય ગાંધી તાપી તા.૨૯

તાપી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતા ની વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં મહત્તમ લાભ લઈ શકે ટે માટે ૧ ડિસેમ્બરથી આઈ- ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાશે. જેમાં સહાયલક્ષી ઘટકો જેવા કે, સરગવા, મલ્ય લેઈગ મશીન, કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી, પ્રોસેસિંગ, ડીસ્ટીલેશન યુનિટ, ખેતર પરના શૉર્ટીંગ ગ્રેડિંગ યુનિટ, મિશન મધમાખી, છુટા ફૂલો, કંદ ફૂલો, બાગાયત મશીનરી, યાંત્રીકિકરણ ઘટકો માટે તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૦૭/૧૨/૨૦૨૪ સુધીમાં અરજી કરવી, જ્યારે કમલમ્, ખારેક, પપૈયા, નાળિયેરી, કેળ ટીસ્યુ, વિવિધ ફળપાકો વાવેતર, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર, નેટહાઉસ, પોલીહાઉસ, આંબા જામફળ પાક વાવેતર, નવીનીકરણ, કોલ્ડ ચેઈન સપ્લાય, રાયપનિંગ ચેમ્બર, નાની નર્સરી, ફંકશન ઇન્ફાસ્ટ્રકચર જેવા ઘટકોમાં લાભ મેળવવા માટે તા.૦૧ થી ૧૫મી ડિસેમ્બર-૨૦૨૪ સુધી આઇ-ખેડુત પોર્ટલ (web site: www.ikhedut.gujarat.gov.in) પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

 

વધુમાં લાભ લેવા માંગતા ખેડૂતોએ પોતાના ગામના ઇ- ગ્રામ સેંટર કે કોઈ ખાનગી ઇન્ટરનેટ ના માધ્યમ દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે.અરજી કર્યા બાદ ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટઆઉટ અને તેની સાથે જરૂરી સંબંધિત સાધનિક કાગળ, (૮-અ, ૭-૧૨ ની નકલ, આધારકાર્ડ, બેંક પાસબૂકની નકલ, જાતિનો દાખલો) સહિત ૭ દિવસમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પ્રથમ માળ, ખેડૂત તાલીમ કેન્દ્ર. પાનવાડી, તાપી ખાતે જમા કરાવવામાં આથી જણાવામાં આવે છે. વધુ માહિતી માટે આતેની કચેરીનો ૦૨૬૨૬- ૨૨૧૪૨૩ અથવા ઈ-મેઇલ આઈડી ddhtapl@gmail.com પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી, તાપીની અખબાર યાદીમા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores