બેંક ઓફ બરોડા દ્વારા કિસાન લોન મેળામાં ૧૦.૪૬ કરોડના લોન મંજુરી પત્રો વિતરણ કરવામાં આવ્યા.
સંજય ગાંધી તાપી, તા.૨૧
બેંક ઓફ બરોડા દ્વારા કિસાન પખવાડિયા દરમિયાન કિસાન લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ લોન મેળામાં બેંક ઓફ બરોડા, ઝોનલ ઓફીસના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી ગિરીશ મનશાની સાહેબ, રિજિયોનલ હેડ શ્રી આદર્શ કુમાર સાહેબ અને જિલ્લા ખેતીવાડી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભના અધ્યક્ષ એવા શ્રી ગીરીશ મનશાએ જણાવ્યું હતું કે બેંક ખેડૂતો માટે સતત ધિરાણ કરવા પ્રયત્નશીલ છે અને આ માટે કિસાન પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત રિજિયોનલ હેડ શ્રી આદર્શ કુમાર સાહેબ જણાવ્યું હતું કે તાપી જિલ્લાની બેંક ઓફ બરોડાની 20 શાખાઓ સાથે મળી ને આજના ધિરાણ કેમ્પ માં 10.46 કરોડ થી પણ વધુ રકમના લોન મંજૂરી પત્રો નું 146 ખેડૂતો ને એક દિવસમાં વિતરણ કરવામાં આવેલ છે ગ્રામ્ય લેવલ પર ખેડૂત ચૌપાનું આયોજન કરી વધુ ને વધુ ખેડૂતો આ નો લાભ લઇ શકે તેવા પ્રયાસો કરી રહી છે
જિલ્લા ખેતવાડી અધિકારી શ્રી ચેતન ગરાસિયાએ ખેતી વિષયક યોજનાની જાણકારી આપવામાં આવેલ હતી અને દરેક ખેડૂત ને કિસાન ક્રેડિટ કાર્ડ લેવા પર અનુરોધ કરાયો હતો
આ પ્રસંગે સુબોધ પંજીયારી વ્યારા બેંક, લીડ બેંક મેનેજર રસિક જેઠવા તથા વિવિધ બેંકના મેનેજર અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ અને બહેનો ઉપસ્થિત રહેલ હતા.