કાકરાપાર કેન્દ્રીય વિદ્યાલય ખાતે “ ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી ” થીમ પર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.
સંજય ગાંધી, તાપી, તા.30
કાકરાપાર ખાતે આવેલા કેન્દ્રીય વિદ્યાલયમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનના ડાયરેકટર શ્રી સંજયકુમાર માલવિયા હસ્તે આ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું. KAPS 1-2 ના ડાયરેકટર શ્રી અજય ભોલે તેમજ હ્યુમન રિસોર્સ હેડ પી.એસ. તોમરે ખાસ હાજરી આપી હતી.
બે દિવસીય પ્રદર્શનમાં અંતર રાજ્ય AECS ની 30 જેટલી વિદ્યાલયો માંથી 235 થી વધારે બાળવૈજ્ઞાનીઓ એ 190 થી વધારે પ્રદર્શની રજુ કરી અને શિક્ષણ સહાયક સામગ્રીના 31 પ્રદર્શની રજુ કરી.
સંજય કુમાર માલવિયા,શાળાના ઉપઆચાર્ય શ્રીમતી શાંતિ વીંરેન્દ્રકુમાર, અને શ્રીમાન યશ લાલા ઉદ્ઘટન સમારોહમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત NCERT, IIT ગાંધીનગર, SVNIT સુરત, એગ્રીક્લચર યુનિવર્સિટી નવસારી/તાપી JNV ના તજજ્ઞો, EMRSના પ્રિન્સિપાલ વગેરે મહાનુભાવોએ પ્રદર્શન નિરીક્ષણ કર્યું હતું.