હિંમતનગર તાલુકાનું કાટવાડ (હાપા) ગામ એટલે કોમી-એકતા નું ગામ.ગામ માં રહેતા તમામ જ્ઞાતિના યુવાનો એક સાથે મળીને રહે છે.
હિંમતનગર કાટવાડ ખાતે કાટવાડ પ્રિમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યું.કાટવાડ ગામ નાં સમસ્ત ક્રિકેટ પ્રેમી યુવાનો દ્વારા ગામ ના યુવાનો કાજે સુંદર આયોજન કરવામાં આવ્યું.ગામની એકતા અને યુવાનો વચ્ચે ગાઢ સંબંધો સચવાઈ રહે એ હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.આ વર્ષે પણ આ આયોજન કરવામાં આવી રહ્યું છે ૧ ડીસેમ્બર થી ૫ જાન્યુઆરી સુધી આ ટુર્નામેન્ટમાં ગામની ૬ ટીમ ભાગ લઈ રહી છે.વર્ષો પહેલા ગામ ના યુવાનો ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા દૂર દૂર જતાં હતાં અને અન્યો યુવાનો આ ક્રિકેટ ની રમત માણી શકતા નહોતા પરંતુ સમયે સમયે યુવાનો માં ક્રિકેટ પ્રત્યે વધું પ્રેમ જોઈ ને ગામના યુવાનો ગામમાં જ આ રમત માણી શકે અને તમામ યુવાનો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે એ હેતુ થી ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.ગામના સમસ્ત ગ્રામજનો આ કાટવાડ પ્રિમીયર લીગ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા હોય છે અને ટુર્નામેન્ટ દરમિયાન સમસ્ત ગ્રામજનો આ ક્રિકેટ ની રમત નિહાળવા ગ્રાઉન્ડ પર હાજર રહી પોતાના ચહીતા પ્લેયર નો ઉત્સાહ વધારે છે.ટુર્નામેન્ટ માં અલગ અલગ સ્પોન્સરો એ પણ પોતાની સ્પોન્સરશીપ આપી યુવાનો નો ઉત્સાહ વધારવા નો પ્રયાસ કર્યો છે.ટીમો માં (૧) અતિશય ૧૧ (૨) શુભ લાભ મિ.મંડળ (૩) પેટ્રોનસ ૧૧ લાઈન (૪) સ્ટાર લાઈન ૧૧ (૫) સન રાઈઝ ૧૧ (૬) રાજ મંદિર ૧૧ એ ભાગ લીધેલ છે.