Friday, December 27, 2024

વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ એઈડ્સ દિનની ઉજવણી કરવામાં આવી 

વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ એઈડ્સ દિનની ઉજવણી કરવામાં આવી

 

સંજય ગાંધી, તાપી ૦૨ ડીસેમ્બરને વિશ્વ એઈડ્સ દિન તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે ‘take the right path’ નામના ટાઈટલ હેઠળ થીમ રાખવામાં આવી છે. આ સંદર્ભે એ.આર.ટી સેન્ટર જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું પ્રસ્થાન જનરલ હોસ્પિટલના આર.એમ.ઓ શ્રી ડી.સી ગામીત દ્વારા કરવમા આવ્યું હતું. ડો.રાજુભાઈ ચૌધરી એ.આર.ટી ડો.નિરવ ગામીત, DTC MO ડો.અભિષેક ચૌધરી, એ.આર.ટી.સેન્ટર વ્યારાના તમામ કર્મચારીઓ, જિલ્લા ક્ષય કેન્દ્રનો સ્ટાફ, જિલ્લાના તમામ ICTC, PPTC, STI કાઉન્સેલર, સમગ્ર-કેર સપોર્ટ સેન્ટરના તમામ સ્ટાફ જિલ્લા TB-HIV કોર્ડિનેટર રાજેશભાઈ તથા આશ્રય ફાઉંડેશન,જિલ્લા કાનુની સહાયનો સ્ટાફ તેમજ ઇન્દુ નર્સિંગ કોલેજ, બાજીપુરા નર્સિંગ કોલેજ, જનક સ્મારક નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.

 

રેલી જનરલ હોસ્પિટલ વ્યારા ખાતેથી નીકળી વ્યારા નગરનાં મુખ્ય માર્ગો પર ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર એ.આર.ટી સેન્ટર ખાતે સભામાં ફેરવાઈ હતી. આ સભામાં ડો.રાજુભાઈ ચૌધરીએ એચ.આઈ.વી વિષે માહિતી આપી હતી તેમજ સ્કીનીંગ, અટકાયતના પગલાં અને એચ.આઈ.વી. ગ્રસ્ત વ્યક્તિ સાથે સંવાદિતા અંગે વિસ્તુત જણકારી આપી હતી. એ.આર.ટી ડો.નિરવ ગામીત દ્વારા વર્ષ ૨૦૨૪ વિશ્વ એઈડ્સ દિનની થીમ ‘Take the Rights path’ વિશે જાણકારી આપવામાં આવી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores