Wednesday, December 4, 2024

ગાંભોઈ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હાના છેલ્લા તેર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ગાંભોઈ પોલીસ ટીમ.

ગાંભોઈ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હાના છેલ્લા તેર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ગાંભોઈ પોલીસ ટીમ.

 

તા ૩૦/૧૧/૨૦૨૪ ના રોજ અમો તથા એ.એસ.આઈ.કાળુભાઈ દેવાભાઈ બ.નં ૯૪૫ તથા અ.હે કો અશ્વિનકુમાર બાબુલાલ બે.નં ૪૨૩ તથા અ.પો.કો સંજયકુમાર ગોપાલભાઈ બે.નં ૭૫૧ તથા આ.પો.કો સુરેશકુમાર અંબાલાલ બ.નં.૧૦૨૩ તથા આ.પો.કો કૃણાલ સિંહ દેવીસિંહ બે.નં.૧૧૬ વિગેરે પોલીસ સ્ટાફ ના માણસો સાથે પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન આ.પો.કો સુરેશકુમાર અંબાલાલ બ.નં૧૦૨૩ તથા આ.પો.કો કૃણાલ સિંહ દેવીસિહ બે.નં.૧૧૬ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે ગાંભોઈ પોલીસ સ્ટેશન થર્ડ ૫૦૫૨/૨૦૧૧ પ્રોહી કલમ ૬૬-બી ,૬૫ એ.ઇ ૧૧૬ બી મુજબના કામના આરોપી અંગ્રામ ઉર્ફે મંગળાજી આપદાનજી જાતે ગવારીયા ઉ.વ ૩૮ રહે.સાંચોર ઈન્દીરા કોલોની તા.સાંચોર જી.ઝાલોર (રાજ.) વાળો આજ રોજ સાંજના પાંચ વાગે ડીસા બસ સ્ટેન્ડ ખાતે આવનાર છે તેમજ સાધરી આરોપી નો ફોટો પણ વોટ્સએપ દ્વારા મળી આવેલ છે જે આધારે આજરોજ પોલીસ માણસો એ.એસ.આઈ. કાળુભાઇ દેવાભાઈ બે.નં.૯૪૫ તથા આ.પો.કો સુરેશકુમાર અંબાલાલ બ.નં ૧૦૨૩ તથા આ.પો.કો કૃણાલ સિંહ દેવીસિહ બે.નં.૧૧૬ નાઓની ટીમ બનાવી ડીસા બસ સ્ટેન્ડ ખાતે મોકલી આપતાં સદરી આરોપી બસ સ્ટેન્ડ ખાતે આંટાફેરા કરતો મળી આવેલ હોય જેથી સદરી ઈસમને કોર્ડન કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores