વ્યારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ચોરી થયેલ લોખંડની પ્લેટોના જથ્થા કિ.રૂ.૯૩,૬૦૦/- સાથે આરોપીને પકડી પાડી ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી તથા વ્યારા પોલીસ સ્ટેશન.
સંજય ગાંધી, તાપી : આજરોજ ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સાથેના હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. રોનક સ્ટીવનસનને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, “ખુશાલપુરા ગામની સીમમાં સુગર ફેક્ટરીની પશ્ચિમ દિશા તરફની કમ્પાઉન્ડ દિવાલને અડીને આવેલ જંગલી બાવળની ઝાડીઝાંખરીમાં એક સરદારજી જેવો ઇસમ કે જેણે શરીરે રાતા, ગ્રે કલરની મોટી ચેક્સવાળો, ફુલબાંયનો શર્ટ તથા આછા ભુરા કલરની જીન્સ પેન્ટ પહેરેલ છે તે કન્ટ્રક્શન કામમાં વપરાતી લોખંડની પ્લેટોના મોટા જથ્થા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભો છે અને લોખંડની પ્લેટો સગેવગે કરવાની ફીરાકમાં છે.” તેવી મળેલ બાતમી હકીકત આધારે બાતમી હકીકતવાળી જગ્યાએ જંગલી બાવળની ઝાડી ઝાંખરીમાં બાતમી હકિકત મુજબના વર્ણનવાળો ઇસમ કન્ટ્રક્શન કામમાં વપરાતી લોખંડની પ્લેટોના મોટા જથ્થા સાથે હાજર હોય નામ ઠામ પુછતા આરોપી- શંકરસિંગ ભારતસિંગ સીકલકર, ઉ.વ.૨૦, રહે. વિશ્વાસ રેસીડન્સી ઘર નંબર.૩૯૪, બ્લોક નં.૩૨૨, કુવરદા ગામ, તા.માંગરોળ, જી.સુરતને પકડી પાડી તેની પાસેની કન્ટ્રક્શન કામમાં વપરાતી લોખંડની પ્લેટોના જથ્થા બાબતે પુછપરછ કરતા ગઇ તા. ૨૭/૧૧/૨૦૨૪ના રોજ મધ્યરાત્રી દરમ્યાન પોતે તથા પોતાના મામાના દિકરા (૧) હરદિપસીંગ અમરસીંગ સીકલકર, રહે. વિશ્વાસ રેસીડન્સી, કુવરદા ગામ, તા.માંગરોળ, જી.સુરત, મો.નં.- ૯૭૨૬૭૦૮૦૭૯ તથા તેનો મિત્ર (૨) તુષારભાઇ હસમુખભાઇ ચારણીયા, હાલ રહે. વિશ્વાસ રેસીડન્સી, કુવરદા ગામ, તા.માંગરોળ, જી.સુરત મુળ રહે. ગોતાલાવાડી ટેનામેન્ટ, કતારગામ, સુરત શહેર સાથે હરદિપસીંગ અમરસીંગ સીકલકર ના મહિન્દ્રા બોલેરો પીકઅપ ટેમ્પો નં.- GJ-19-Y-2683માં વ્યારા ખાતે આવેલા અને ખુશાલપુરા ગામની સીમમાં એક સોસાયટીમાં એક ઘરની પાછળ ખુલ્લામાં કન્ટ્રક્શન કામમાં વપરાતી લોખંડની પ્લેટોનો જથ્થો પડી રહેલ હોય તે લોખંડની પ્લેટો ત્યાંથી સાથે લાવેલ મહિન્દ્રા બોલેરો પીકઅપ ટેમ્પો નં.- GJ-19-Y-2683માં ભરી લઇ ચોરી કરી ત્યાંથી નીકળી ગયેલ હોવાનું જણાવેલ. પકડાયેલ આરોપીના કબજામાંથી નાની મોટી લોખંડની લંબચોરસ પ્લેટો કુલ્લે નંગ-૧૪૪ કિ.રૂ.૯૩,૬૦૦/- તથા રીયલમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન આશરે કિં.રૂ.૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૯૮,૬૦૦/- નો મુદ્દામાલ રીકવર, કબ્જે કરી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપીઓને તા.૦૩/૧૨/૨૦૨૪ ના રોજ અટક કરી વ્યારા પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) શંકરસિંગ ભારતસિંગ સીકલકર, ઉ.વ.૨૦, રહે. વિશ્વાસ રેસીડન્સી ઘર નંબર.૩૯૪, બ્લોક નં.૩૨૨, કુવરદા ગામ, તા.માંગરોળ, જી.સુરત
વોન્ટેડ આરોપી:-
(૧) હરદિપસીંગ અમરસીંગ સીકલકર, રહે. વિશ્વાસ રેસીડન્સી, કુવરદા ગામ, તા.માંગરોળ, જી.સુરત
(૨) તુષારભાઇ હસમુખભાઇ ચારણીયા, હાલ રહે. વિશ્વાસ રેસીડન્સી, કુવરદા ગામ, તા.માંગરોળ, જી.સુરત મુળ રહે. ગોતાલાવાડી ટેનામેન્ટ, કતારગામ, સુરત શહેર
મળી આવેલ મુદ્દામાલ :-
(૧) નાની મોટી લોખંડની લંબચોરસ પ્લેટો કુલ્લે નંગ-૧૪૪ કુલ્લે કિ.રૂ. ૯૩,૬૦૦/-
(૨) ડાર્ક ગ્રે કલરનો રીયલમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન આશરે કિં. રૂ! ૫,૦૦૦/- કુલ્લે કિ.રૂ. ૯૮,૬૦૦/- નો મુદ્દામાલ
શોધાયેલ ગુનાઓ :-
(૧) વ્યારા પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૧૨૪૨૩૦૩/૨૦૨૪, BNS-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ
ગુનાનો એમ.ઓ :-
રાત્રી દરમ્યાન કન્ટ્રક્શન કામમાં વપરાતી લોખંડની પ્લેટોનો ચોરી કરવાનો
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી., જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ (૧) પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, તથા એલ.સી.બી.,/પેરોલ ફર્લો સ્કોડના (૧) ASI ગણપતસિંહ રૂપસિંહ, (૨) હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, (૩) હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, (૪) હે.કો. ભુપેન્દ્રસિંહ મોહબતસિંહ, (૫) હે.કો. હરપાલસિંહ અભેસિંહ, (૬) પો.કો. રોનક સ્ટીવનસન, (૭) પો.કો. અરૂણભાઇ જાલમસીંગ, (૮) પો.કો. હસમુખભાઇ વીરજીભાઇ, (૯) પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ, (૧૦) પો.કો. ધનંજયભાઇ ઇશ્વરભાઇ, તથા વ્યારા પો.સ્ટે. ના (૧૧) પો.કો. વિજયભાઇ બબાભાઇ, તથા (૧૨) પો.કો. કલ્પેશભાઇ જરાસિંહએ કામગીરી કરેલ છે.