Sunday, December 22, 2024

જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડ્રીપ પાઇપ ચોરીના બંડલો નંગ-૧૦ સાથે એક ઇસમને પકડી હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.નો ડ્રીપ પાઇપ ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી સાબરકાંઠા એસ.ઓ.જી.

જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડ્રીપ પાઇપ ચોરીના બંડલો નંગ-૧૦ સાથે એક ઇસમને પકડી હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.નો ડ્રીપ પાઇપ ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી સાબરકાંઠા એસ.ઓ.જી.

 

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ. જે સુચના અન્વયે પો.ઇન્સ.એસ.ઓ.જી.,સાબરકાંઠા નાઓની સુચના મુજબ એસ.ઓ.જી.સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી તથા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા બાબતે પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સાથેના પો.કોન્સ. જયરાજસિંહ કેશરસિંહ બ.નં- ૫૧૯ તથા નિકુંજકુમાર નરસિંહભાઇ બ.નં- ૯૦૦ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકિક્ત અન્વયે એક ઇસમ પાસેથી ચોરીના ડ્રીપ પાઇપના બંડલ-૧૦ કિ.રૂ. ૪૦,૦૦૦/-તથા સી.એન.જી. રીક્ષા કિ.રૂ.-૧,૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા-૧,૯૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ પકડી અટક કરી જાદર પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી સારૂ સુપરત કરવામાં આવેલ છે.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores