શ્રી મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી.,મઢીમાં ડ્રાઇવરો અને કંડકટરનો આંખની તપાસણીનો કેમ્પ યોજાયો.
રિપોર્ટ સંજય ગાંધી – મઢી સુગર ફેક્ટરીમાં આજરોજ ” દિવ્યજ્યોતિ ટ્રસ્ટ ” સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ, માંડવી દ્વારા તા.૦૫/૧૨/૨૪ ને ગુરુવાર અને તા.૦૬/૧૨/૨૪ ને શુક્રવાર ના રોજ સવારે : ૯.૦૦૦ કલાકથી સાંજે : ૫.૦૦ કલાક દરમ્યાન શ્રી મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી.,મઢી મુકામે શ્રી અવિનાશભાઈ ડી. ઢેકાણે. મેનેજીંગ ડિરેક્ટર સાહેબ , શ્રી અમ્રતભાઈ ગામીત. ટ્રક અને ટેક્ટર એસોસિએશન પ્રમુખ,શ્રી અંબુભાઈ રબારી,શ્રી સુનિલભાઈ પાટિલ, ટ્રાન્સપોર્ટ ઇન્ચાર્જ, શ્રી નવીનભાઈ મોનિયા, રાહુલભાઈ ચૌધરી, શ્રી હમીરસિંહ ચૌહાણ,હાજરી માં ટ્રક ડ્રાઇવર–કંડકટર ભાઈઓ માટે આંખની તપાસણી માટેનો કેમ્પ (વિનામૂલ્યે) રાખવામાં આવ્યો હતો. જેમાં મોટા પ્રમાણમાં ટ્રક ડ્રાઇવર– કંડકટર ભાઈઓ એ લાભ લીધો હતો. “દિવ્યજ્યોતિ ટ્રસ્ટ “સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ, માંડવીની ઉમદા અને સરાહનીય કાર્ય કરેલ જે માટે મઢી સુગર ફેક્ટરી, મઢીના સંચાલક મંડળ તહેદિલથી આભાર માન્યો હતો.