Monday, December 23, 2024

ગુજરાતના ૧૬ અને ભારતના ૩૪૭ જીલ્લામાં “૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ” નો તાપી જીલ્લામાં પ્રારંભ

ગુજરાતના ૧૬ અને ભારતના ૩૪૭ જીલ્લામાં “૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ” નો તાપી જીલ્લામાં પ્રારંભ

–       

જિલ્લા પંચાયત હોલ, વ્યારા ખાતેથી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે રાષ્ટ્ર વ્યાપી ટીબી નિર્મુલન ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો

 

સંજય ગાંધી, તાપી, તા.૭

ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાના સંકલ્પને દ્રઢ અને મજબુત કરવા માટે સમગ્ર દેશના ૩૪૭ જિલ્લાઓમાં એક સાથે થનારા ટી.બી.ના દુષણને દુર કરવા “૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ”નો આજે વ્યારા ખાતે મંત્રીશ્રી કુવરજીભાઈ હળપતિ, માન. મંત્રીશ્રી, આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના અધ્યક્ષસ્થાને પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજથી ૧૦૦ દિવસ સુધી આપણા જીલ્લામાં આ અભિયાન વ્યાપક રીતે ચલાવવામાં આવશે.

૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ દરમિયાન સમગ્ર તાપી જીલ્લામાં ખાસ આરોગ્ય ટીમો દ્વારા ૬૦ વર્ષ ઉપરની ઉંમરના દર્દીઓ, નબળાઈ ધરાવતા લોકો, ધુમ્રપાન કરતા લોકો તેમજ ટીબીના શંકાસ્પદ દર્દીઓ શોધવાની કામગીરી હાથ ધરી તેમને સારવાર આપશે. સારવારના ભાગરૂપે જીલ્લામાં રહેલા ટીબીના નવા કેસ ઝડપથી શોધી કાઢવા, ત્વરિત અને સઘન સારવાર આપવી તેમજ જનભાગીદારી દ્વારા પોષણયુક્ત આહારની કીટ્સ પૂરી પાડવા જેવી વિવિધ કામગીરી કરવામાં આવશે.

આ નિમિતે મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું આહવાન છે કે ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવો. દેશમાં નડતરરૂપ એક-એક બાબતોને આપણે દુર કરવી પડશે, નિર્મુલન કરવું પડશે, આવું એક દુષણ એટલે વિનાશક ટી.બી.નો રોગ. આ રોગને નાથવા માટે આપણે ગામે-ગામ ફરીને રોગના દર્દીઓને સારવાર આપવી પડશે. કોરોના કાળમાં આપણા ડોકટરોએ, નર્સિંગ સ્ટાફ અને આશાવાર્કરોએ પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર કોરોનાને આપણા દેશમાંથી દુર કર્યો હતો તેમ ટી.બી.ને પણ સંપૂર્ણ નિર્મુલન કરીને આપણે વિકસિત ભારત તરફ આગેકુચ કરવાની છે. કોઈપણ વ્યક્તિને ટી.બી.ના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવી તેની સારવાર લેવા તેમણે અનુરોધ કરી દેશમાંથી ટી.બી. રોગના નિર્મૂલન માટે સમાજની ભાગીદારી જરૂરી હોવાનું ઉમેર્યું હતું.

આ ઝુંબેશના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, કલેકટરશ્રી ડૉ.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસવા, પ્રાંત અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ, મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી અનીલ વસાવા, સંગઠન મહામંત્રીશ્રી નીલેશ ચૌધરી, આર.સી.એચ.ઓ શ્રી ભાર્ગવ દવે, ક્ષય અધિકારી રાજ ચૌધરી તેમજ આરોગ્યકર્મીઓ, પોલીસ સ્ટાફ, આશા વર્કરો અને તાપી જીલ્લાના નાગરિકો મોટી સંક્યામાં જોડાયા હતા. આ ઝુંબેશના ભાગરૂપે આપણા જીલ્લાના ટી.બીની સારવાર લેતા દર્દીઓને પોષણ કીટ આપીને તેમને જલ્દી સજા થઈ જાય તેવી શુભેચ્છાઓ મહાનુભાવોએ આપી હતી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores