Thursday, December 26, 2024

પાલનપુર ખાતેથી “પ્રોજેક્ટ સપનું” કાર્યક્રમ લોન્ચ કરાયો.

પાલનપુર ખાતેથી “પ્રોજેક્ટ સપનું” કાર્યક્રમ લોન્ચ કરાયો.

 

પ્રથમ તબક્કામાં શાળાઓ ખાતે અને બીજા તબક્કામાં રોજગાર કચેરી ખાતે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરાશે.

 

ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે તે અર્થે સાયકોમેટ્રિક ટેસ્ટનો પ્રારંભ કરાયો.

 

બ્યુરો રિપોર્ટ,પાલનપુર)

જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી પાલનપુરના સંયુક્ત ઉપક્રમે ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન,ગુરૂ નાનક ચોક, પાલનપુર ખાતે “પ્રોજેક્ટ સપનું” કાર્યક્રમ લોન્ચ કરાયો હતો.

 

આ પ્રોજેક્ટ થકી ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે પોતાની પસંદગીનો અભ્યાસક્રમ પસંદ કરવામાં તેમજ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે તે અર્થે સાયકોમેટ્રિક ટેસ્ટ RIASECનું લોન્ચિંગ કરાયું હતું. પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લામાં કેરિયર કોર્નરના વર્ગો ચલાવતા શિક્ષકો કે જેમને વર્ષ-૨૦૨૪ દરમિયાન Innovative & Best કામગીરી કરેલ શિક્ષકોને મેડલ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આઈ.ટી.આઈ અને રોજગાર કચેરી દ્વારા સ્કિલને લગતા અભ્યાસક્રમો, જોબ માર્કેટ, જિલ્લામાં આવનારા નવા ઉદ્યોગો અને લગત સ્કિલ અને ખેતી પશુપાલન જેવા ઉદ્યોગોમાં રોજગારી જેવા વિષયો ઉપર શ્રી ડૉ.એસ.પી પંડ્યા (SDAU) દાંતીવાડા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરીને શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં રોજગાર અધિકારીશ્રી એમ.જે પ્રજાપતીએ જણાવ્યું હતું કે, “પ્રોજેક્ટ સપનું” વિદ્યાર્થીઓની ઉજ્જ્વળ કારકિર્દી ઘડવા પંસદગી અર્થે ખુબ જ મહત્વની ભુમિકા ભજવશે. જેમાં રોજગાર કચેરી પાલનપુરના કેરીયર કાઉન્સેલર શાળાઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના RIASEC ટેસ્ટ લઈ તેમના રૂચી અનુસાર અભ્યાસક્રમ પસંદ કરવા કાઉન્સેલીગ કરશે. પ્રથમ તબક્કામાં વર્ષ- ૨૦૨૪-૨૫ માં કેરિયર કોર્નરની શાળાઓને સમાવી લેવામાં આવશે અને વર્ષ: ૨૦૨૫-૨૬ થી સમગ્ર બનાસકાંઠાની શાળાઓને આવરી લેવામાં આવશે. બીજા તબક્કામાં રોજગાર કચેરી ખાતે કાઉન્સેલીગ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોજગાર કચેરીના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એચ.આર પટેલ, આઈ.ટી.આઈ પાલનપુરના આચાર્યશ્રી આર.જી ચૌધરી સહિત વિવિધ અધિકારીશ્રીઓ,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores