ઈડર ગંભીરપુરા જીવદયા ટીમે માનવતા મહેકાવીને બે દિવ્યાંગ બાળકો ને નવા ઘર માં ગૃહ પ્રવેશ કરાવ્યો.
સંજય ગાંધી દ્વારા – ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા આજ રોજ આ ચોથું મકાન મહેસાણા જિલ્લા ના વડનગર તાલુકા ના ઊંડણી ગામે બે દિવ્યાંગ બાળકો જે આંખે દેખી સકતા નથી તેમનું મકાન જે કાચા ઝૂંપડા માં રહેતા હતા તો અમારી ટીમ તથા સેવાભાવી દાતાશ્રી ઓ દ્વારા મકાન નું મુહર્ત બે મહિના પહેલા કર્યું હતું અને
આજે તા 10/12/2024 ના રોજ પૂર્ણ કરી કલર લાઈટ ફિટિંગ તથા બે મહિના નું કરિયાણું પલંગ ઘર ની દરેક જરૂરિયાત વાળો સામાન આપી વિધિ પૂર્વક પૂજા કરી ગૃહ પ્રવેશ કરાવ્યો. રિપોર્ટર = સંજય ગાંધી