અન્ડર ૨૦ ફેડરેશન કપ ૨૦૨૨ ની વિજેતા જાડા રિંકલની ખેલ મહાકુંભમાં જોડાવા અપીલ
ખેલ મહાકુંભ થકી દોડ સ્પર્ધામાં બે ગોલ્ડ,બે સિલ્વર અને એક બ્રોંજ મેડલ મેળવી માતાપિતા અને દેશને ગૌરવ અપાવવાનો અનેરે મોકો મળ્યો છે.
જાડા રીંકલ
સાબરકાંઠા જિલ્લામાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમની રમતવીર જાડા રિંકલ વોનોદભાઇએ ખેલ મહાકુંભ, રાષ્ટ્રીયકક્ષાએ અન્ડર ૨૦ ફેડરેશન કપ ૨૦૨૨ સહિત વિવિધ સ્તરની દોડની રમતમાં કુલ બે ગોલ્ડ,બે સિલ્વર અને એક બ્રોંજ મેડલ મેળવી માતાપિતા સહિત દેશનું નામ રોશન કર્યુ છે.
જાડા રિંકલ જણાવે છે કે ચોટીલા તાલુકાના ધારઈ ગામની વતની છે. તે પોતાના શાળા અભ્યાસ દરમિયાન ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ખેલ મહાકુંભમાં વિજેતા થતા ડીએલએસએસ સ્કિમ થકી છેલ્લા ૨૦૧૯ થી સાબરકાંઠા જિલ્લામાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે અભ્યાસની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી રહી છે. રમતગમતના વિવિધ પ્લેટફોર્મ થકી જાડા રિંકલે ૧૫૦૦, ૨૦૦૦, ૫૦૦૦ મીટર દોડમાં નવા રેકોર્ડ બનાવી ત્રણ સુવર્ણચંદ્રક મેળવી નવા રેકોર્ડ બનાવ્યા છે. તેણીની વધુમાં જણાવે છે કે ખેલ મહાકુંભ રમતવીરો માટે એક અનેરી તક છે. જે વિધ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે રમતગમત ક્ષેત્રે કંઇક નવુ સાહસ કેળવવા માંગે છે તેના માટે ખેલ મહાકુંભ એક લાવ્હો છે. હાલમાં સરકાર દ્વારા ખેલ મહાકુંભ-૩ નું રજીસ્ટ્રેશન આગામી ૨૫ ડિસેમ્બર સુધી થવાનું છે. જિલ્લામાં વધુમાં વધુ વિધ્યાર્થીઓ આ ખેલ મહાકુંભમાં ભાગ લઈ રજીસ્ટ્રેશન કરાવે અને રમત ગમત થકી પોતાના માતાપિતા સહિત દેશનું નામ રોશન કરે તેવી અપીલ કરી હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891