Sunday, January 5, 2025

ઈડરના કડિયાદરામાં મા બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો

ઈડરના કડિયાદરામાં મા બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો

 

ઈડરના કડિયાદરામાં બાળકીના અપહરણની ઘટના સામે આવતા હડકંપ મચ્યો

 

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કડિયાદરા ગામમાં સોમવારની મોડી સાંજે બાળકીના અપહરણના પ્રયાસની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી જોકે ગ્રામજનોએ આ શખ્સને ઝડપી લીધો હતો ત્યારબાદ મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો આ ઘટના બાદના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જ્યારે ઇડર પોલીસે આ અંગે રાજસ્થાનના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયો અંગે માહિતી મુજબ સોમવારે મોડી સાંજના 7:00 વાગ્યાના સુમારે કડિયાદરા ની બાળકી ટ્યુશનથી પરત ઘરે આવતી હતી તે દરમિયાન એક હિન્દી ભાષી અજાણા શકશે બાળકીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે બાળકી એ હિંમત કરીને અપહરણ કરનારના હાથ ઉપર બચકું ભરી તેના હાથમાંથી પોતાના ઘર તરફ ભાગી ગઈ હતી અને ઘરે પહોંચીને બાળકી એ સમગ્ર ઘટનાથી તેના માતા-પિતાને વાકેફ કર્યા હતા અને ત્યારબાદ ગ્રામજનોએ આ ઘટનાને લઈને પીછો કરી રાજસ્થાનના શખ્સની ઝડપી લીધો હતો અને આ બનેલી ઘટના બાદ ના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા સ્થાનિકોએ આ ઘટનાને લઈને ઈડર પોલીસને જાણ કરી હતી જેને લઈને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અપહરણનો પ્રયાસ કરનાર ઝડપાયેલા શખ્સને ગ્રામજનોએ પોલીસને સોંપ્યું હતું અને આ અંગે ઇડર પોલીસે કડિયાદરામાં બનેલી અપહરણની ઘટના બાદ અપહરણ કરનાર શખ્સનું નામ મુળા ઉજમા પારગી (રહે ઝાડોલ જિલ્લો ઉદયપુર રાજસ્થાન) વિરુદ્ધ ની ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે ઉપરોક્ત ઘટના બાદ માતા પિતા માટે એક લાલ બત્તી સમાન કિસ્સો બન્યો છે ત્યારે આગામી દિવસોમાં પોતાના બાળકોને લઈને માતા-પિતા અને પરિવારે સાવચેત રહેવાની જરૂર છે અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસનો સંપર્ક સાધવો જોઈએ

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores