Thursday, December 12, 2024

ગુજરાતી ગાયક વિજય સુંવાળા પર થયો હિંસક હુમલો.

ગુજરાતી ગાયક વિજય સુંવાળા પર થયો હિંસક હુમલો.

 

(રિપોર્ટ- સંજય ગાંધી)ગુજરાતના પ્રસિદ્ધ ગાયક વિજય સુવાળા પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી વિગતો પ્રમાણે ૭ લોકોના ટોળાએ વિજય સુવાળા ના ઘાતકી હુમલો થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ વિજય સુવાળા પોતાના મિત્રો સાથે કોઈ સામાજિક પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે અમદાવાદના ઝુંડાલ સર્કલ પાસે આશરે ૧૦:૩૦ કલાકે હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. માહિતી એવી જાણવા મળી છે કે પહેલા અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને ધમકી આપી હતી કે તું અમારા પ્રોગ્રામ કેમ નથી કરતો અને બીજાના પ્રોગ્રામ કરે છે આ મામલે ફોનમાં બોલા ચાલી પણ થઈ હતી ત્યારબાદ પોતાના પ્રોગ્રામમાં ખૂબ જ શિડયુલ ટાઈટ હોય તેવું વિજયભાઈ સુવાળાએ જણાવ્યું હતું. જેથી ફોન કરનાર વ્યક્તિએ ધમકી આપી હતી કે તારે અમે કહીએ તો પ્રોગ્રામ કરવા જ પડશે નહીં તો તને જાનથી મારી નાખીશું નોંધનીય છે કે પહેલા આવી ધમકી મળી અને તે પછી ગત રાત્રે તલવારો સહી ઘાતક સાધનો દ્વારા હુમલોક કરવામાં આવ્યો હતો. વિજય સુવાળા ના ગાડી ડ્રાઈવરે હુમલો કરનાર વ્યક્તિ પીછો કરતા હતા ત્યારે ગાડી ભગાવી મૂકી હતી તે છતાં હુમલા કરો એ ગાડી પાછળ પીછો કર્યો હતો ત્યારે વિજય સુવાળા એ પોલીસને જાણ કરી હતી અને ત્યાંથી હુમલાખોરો ભાગી ગયા હતા. સમગ્ર ઘટના ગાંધીનગર ખાતે ઘટી હોય અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores