વડાલી બસ સ્ટેશન પાસે આવેલ સ્ટેટ આર એન્ડ બી ક્વાટર ખંડેર હાલતમાં મુકાતા અસામાજિક તત્વો માટે અડ્ડો બન્યું
વડાલી બસ સ્ટેશન પાસે સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા બનાવવામાં આવેલા ક્વાટર હાલત ખંડેર અને જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે. લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરી બનાવેલ મકાનની તંત્રના જવાબદાર અધિકારીઓ ના આળસે કોઈ સારસંભાળ કરવામાં ન આવતા હાલતો ક્વાટરોમાં ઝાડ, ઝાખરા તથા બાવળીયા ઉગી ગયા છે. ત્યારે તેને દુર કરવાની કોઈ તસ્દી લેવામાં ન આવતા આ સરકારી પ્રોપર્ટી અસામાજિક તત્વો માટે અડ્ડો સમાન બની ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે
આ અંગેની વિગત એવી છે કે રાજય સરકારના દ્વારા સ્ટેટ આર એન્ડ બી કર્મચારીઓની સુવિધા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને ક્વાટર બનાવવામાં આવ્યા છે. વડાલી બસ સ્ટેશન પાસે સ્ટેટ આર એન્ડ બી ના કર્મચારીઓ માટે અદ્યતન સુવિધા ધરાવતા ક્વાટર બનાવવામાં આવ્યા હતા. પરંતુ મોટા ભાગના ક્વાટરમાં કોઈ કર્મચારી રહેતો ન હોવાથી હાલતો આ ક્વાટર શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે. જેની કોઈ નિયમીત રીતે સાફસફાઈ કરવામાં આવતી ન હોવાથી સરકારના લાખ્ખો રૂપિયા અત્યારે તો જાણે કે નકામાં થઈ ગયા છે. ક્વાટરમાં ઝાડ, ઝાખરા તથા વનસ્પતિઓ ઉગી ગઈ હોવા છતા સ્ટેટ આર એન્ડ બી
વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ પણ તેની સાફ સફાઈ કરવાની કોઈ કામગીરી કરતા નથી. તેના કારણે અસામાજિક તત્વો દ્વારા મકાન ના બારી બારણા તોડી ને સરકારી પ્રોપર્ટી અડ્ડો બની ગઈ છે
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજાના ટેક્સના નાણામાંથી લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરીને બનાવેલ આ ક્વાટરના નિર્માણને કેટલાય વર્ષ વિતિ ગયા હોવા છતા પણ આજ સુધી કોઈ ઉચ્ચ અધિકારીઓએ આ ક્વાટરની મુલાકાત લીધી નથી. જર્જરીત અને બિસ્માર થઈ ગયેલા આ ક્વાટરના નિર્માણ પાછળ લાખ્ખો રૂપિયાનો ખર્ચ હાલતો વેડફાઈ ગયો હોય હોય તેમ તેમ જોવા મળી રહ્યુ છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા