અનડીટેક્ટ ઇકકો ચોરીના ગુનાનો ભેદ ઉકલી ચોર ઇસમને પકડી કિ.રૂ ૨,૫૦,૦૦૦ મુદ્દામાલ રીકવર કરતી હિંમતનગર એ ડીવીઝન પોલીસ.
સંજય ગાંધી દ્વારા – નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ,ગાિંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી, વિજય પટેલ સાહેબ સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં મીલ્કત સંબંધી ચોરીઓના બનાવ અટકાવવા તથા જીલ્લામાં બનેલ મિલ્કત વિરુદ્ધના ગુન્હાઓ ડીટેકટ કરવા જરૂરી સુચના આપેલ હોય વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી એ.કે.પટેલ સાહેબ હિંમતનગર વિભાગ હિંમતનગર તથા પી.એમ.ચૌધરી પોલીસ ઇન્સપેકટર નાઓએ આવી ચોરીઓના ભેદ ઉકેલવા બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો ચોરીમાં પકડાયેલ ઇસમોને ચેક કરેલ તથા બનાવના આજુબાજુ વિસ્તારના તથા અલગ અલગ રૂટના સી.સી.ટી.વી.ચેક કરેલ અને ખાનગી બાતમીદારોને આવા ચોર ઇસમો બાબતે માહિતી મેળવવા સુચનો કરેલ તથા સર્વેલન્સ સ્કોડની અલગ-અલગ ટીમો બનાવી આ દિશામા તપાસમાં હતા તે દરમ્યાન અ.પો.કો જ્ઞાનદિપસિંહતથા વિજયસિંહ તથા અ.પો.કો મિતરાજસિંહ રણજીતસિંહ નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે રજી.નં.GJ-09-BL-2381 શંકાસ્પદ ઇકકો ગાડી રામપુરા ચોકડી થી રામદેવ દાલબાટી તરફ આવ છે. જેથી ઉપરોકત હકીકત આધારે રામદેવ દાલબાટી નજીક વોચમાં હતા દરિમયાન સદર હકીકતવાળી ઇકકો ગાડી આવતા ઇકકો ગાડીને કોર્ડન કરી ઉભી રખાવેલ અને સદરી ઇકકો ગાડીના ચાલક ઇસમને નીચે ઉતારી સદરી ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ પ્રકાશ રતનલાલ જાતે જાટ ઉ.વ.૨૫ હાલ રહે બળંવતપુરા ફાટક પાસે પ્રસંગ પાર્ટી પ્લોટ પાસે રોડ ઉપર હિંમતનગર તા.હિંમતનગર જી.સાંબરકાઠા મુળ રહે.નાથડીયાસ તા.રાયપુર જી.ભીલવાડા રાજસ્થાનનો હોવાનું જણાવતો હોય અને સદરી ઇસમ ઇકકો ગાડીના રજી.નિં.GJ-09-BL-2381 બાબતે સાધનીક કાગળો માંગતા પોતાનુ પાસે નહી હોવાનુ જણાવેલ અને સદરી ઇસમ ઇકકોની માલીકી બાબતે પુછતા સિંતોષકારક જવાબ આપતો ન હોય વધુ પુછપરછ કરતા સદર ઇકકો ગાડી હિંમતનગર પુર્ણિમા ડેરી મહાવીરનગર વિસ્તારથી ચોરી કરેલાનું કબુલાત કરતો હોય જે બાબતે હિંમતનગર એ.ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૬૨૪૧૨૫૯/૨૦૨૪ બી.એન.એસ.કલમ-૩૦૩(૨)ચોરી કરેલાની કબુલાત કરતો. મુદામાલ કબ્જેના ગુન્હાના કામે કબજે લઇ પકડાયેલ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ હિંમતનગર એ.ડી.વી.પોલીસને અનડીટેક્ટ ચોરીના ભેદ ઉકલી મદામાલ રીકવર કરવામાં સફળતા મળેલ છે. પકડાયેલ આરોપી (૧) પ્રકાશ રતનલાલ જાતે જાટ ઉ.વ.૨૫ હાલ રહે.બળવતપુરા ફાટક પાસે પ્રસંગ પાર્ટી પ્લોટ પાસે રોડ ઉપર હિંમતનગર તા.હિંમતનગર જી.સાબરકાઠા મુળ રહે.નાથડીયાસ તા.રાયપુર જી.ભીલવાડા રાજસ્થાન.