Sunday, January 5, 2025

વિજયનગર પોલીસ સ્ટેશનના પાર્ટ સી ના ગુનામાં પાંચ માસથી નાસ્તા ભાગતા આરોપીને ઝડપી પાડયો 

વિજયનગર પોલીસ સ્ટેશનના પાર્ટ સી ના ગુનામાં પાંચ માસથી નાસ્તા ભાગતા આરોપીને ઝડપી પાડયો

 

નાયબ પોલીસ મહાન નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર ની સુચનાથી પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી તે મુજબ શ્રી પાયલ સોમેશ્વર સાહેબ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ ટીમ નંબર ચાર અને પાંચના ઇન્ચાર્જ શ્રી ડી.આર પઢેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા ટીમ નંબર 4 ના ઇન્ચાર્જ શ્રી એસ.જે ગોસ્વામી પોલીસ સબ ઇસ્પેક્ટર ના સુચના આપતા તેમની ટીમ સાથે તે દિશામાં કાર્યરત હતા

 

જે અનુસંધાને આજરોજ ટીમ નંબર 4 ના ઇન્ચાર્જ શ્રી એસ જે ગોસ્વામી પોલીસ સબ ઈન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી મળી કે વિજયનગર પોલીસ સ્ટેશન પાર્ટ સી ના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસ્તા ફરતા આરોપી શાંતિલાલ જીવતરામ મીણા રહે. બરના (ઘોડી) તાલુકો ખેરવાડા જીલ્લો ઉદેપુર રાજસ્થાન હાલમાં કલ્યાણપુર જિલ્લો ઉદેપુર રાજસ્થાન ખાતે હોવાની બાતમી મળતા શ્રી એસ જે ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ટીમના માણસો સાથે બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા ત્યાં આરોપી મળી આવતા તેની વધુ પૂછપરછ કરતા તેમજ ખાતરી કરતા આરોપી ઉપરોક્ત ગુનામાં નાસ્તો ફરતો હોવાનું જણાય આવ્યું હતું

 

જેથી નાસ્તા ફરતા આરોપી શાંતિલાલ જીવતરામ મીણા રહે બરના (ગોળી) તાલુકો ખેરવાડા જિલ્લો ઉદેપુર રાજસ્થાન વાળા ને વિજયનગર પોલીસ સ્ટેશન પાર્ટ સી મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

 

કામગીરી કરનાર અધિકારી…

 

ડી આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર

એસ જે ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેક્ટર

પો.કો. પ્રવિણસિંહ મદનસિંહ

પો.કો. કિશનભાઇ ગોવિંદભાઈ

પો.કો. કમલભાઈ રણજીતભાઈ

પો.કો. દિનેશભાઈ ડાયાભાઈ

પો.કો. જતીનભાઈ નટુભાઈ

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores