હિંમતનગર કડોલી લીંબચ માતા નો 15 મો પાટોત્સવ ઉજવાયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કડોલી ખાતે આવેલા રાજરાજેશ્વરી માં લીમ્બચમાતાજીનો 15 મો પાટોત્સવ આજે રંગેચંગે યોજાયો હતો. વિવિધ ધાર્મિક
કાર્યક્રમો નું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. હાજીપુર ના વતની અને વિશ્વ હિન્દુ પરિષદ ના સિનિયર કાર્યકર અને શિક્ષણ પ્રેમી નિવૃત્ત શિક્ષક સતીષભાઈ પ્રભુદાસ નાયી પરિવાર દ્વારા રાત્રે રામદેવપીર મહારાજનો જ્યોત પાઠ યોજી બીજા દિવસે માતાજી ના હોમ હવન સહિતની વિધિમાં ભાગ લીધો હતો.અને તેમજ માતાજી ના પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદ પણ સતીષભાઈ ના સૌજન્યથી આપવામાં આવ્યો હતો.માતાજીના પાટોત્સવ માં અને રામદેવપીર ના જ્યોત પાઠમાં અસંખ્ય માનવમહેરામણ અને સમાજના લોકોએ ઉપસ્થિત રહી દર્શન નો લાભ લીધો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891