સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં તા.૧૪ મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું.
સાબરકાંઠા જીલ્લામાં વર્ષ-૨૦૨૪ની ચોથી અને આખરી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ-૧૦૨૧૦ કેસોનો સમાધાનથી નિકાલ.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, (NALSA) ના આદેશ અનુસાર સમગ્ર ભારતમાં તા.૧૪.૧૨.૨૦૨૪ નારોજ વર્ષ-૨૦૨૪ની ચોથી અને વર્ષની આખરી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રી અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ શ્રી કે.આર.રબારી, સચિવ શ્રી પી.કે.ગઢવીની અધ્યક્ષતામાં સાબરકાંઠા જીલ્લામાં તા.૧૪મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરાયું. જેમાં સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર તથા તાલુકા કોર્ટના બાર એસોસિયેશન, વકીલશ્રીઓ, પક્ષકારો, અદાલતમાં ફરજ બજાવતા કર્મચારી મિત્રો સહભાગી થઈ ને લોકઅદાલત ને સફળ બનાવવામાં પૂરતું યોગદાન આપ્યું.
જેમાં સાબરકાંઠા જીલ્લામાં મોટર અકસ્માત વળતળ ના કેસોમાં કુલ-૩૮ કેસોનો સમાધાનથી નિકાલ કરીને રૂ.૧,૦૪,૫૦,૦૦૦/- નું વળતળ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
જીલ્લામાં કાર્યરત મેજીસ્ટ્રેટશ્રીઓ દ્વારા પેન્ડીંગ કેસો પૈકી લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગ ના એમ કુલ-૬૫૯૨ કેસો, રકમ રૂ.૨૫,૫૮,૧૪,૪૭૩.૨૩ ના કેસોનું સમાધાનથી નિકાલ કરવામાં આવ્યું તેમજ ટ્રાફિક ઈ-ચલણ સહિત બેંક લેણાંના કેસો, વીજ બીલ, પાણી બીલ, વીજ ચોરી, રેવન્યુ, જેવા બીજા અન્ય પ્રિ-લિટીગેશન કેસોમાંથી કુલ-૩૬૧૮ કેસો, રકમ રૂ.૧,૬૧,૭૭,૦૨૦.૨૫ ના કેસોનું સુખદ સમાધાનથી નિકાલ થયેલ છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891