સરકારે અચાનક બ્લોક કર્યા 80 લાખ સીમ કાર્ડ, શા માટે લેવાયા કડક નિર્ણય જાણો.
બ્યુરો રિપોર્ટ – ભારત સરકારે 80 લાખથી વધારે સીમ કાર્ડ અને 6.78 લાખ મોબાઈલ નંબર બંધ કરી દીધા છે. આ સીમ કાર્ડ્સને બનાવવા માટે નકલી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટેલિકોમ વિભાગે AIની મદદથી આ નકલી સીમ કાર્ડ્સને ઓળખીને બંધ કર્યા છે.
ભારત સરકારે નકલી સીમ કાર્ડ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સરકારે 80 લાખથી વધારે સીમ કાર્ડ બંધ કરી દીધા છે. આ સીમ કાર્ડ્સને બનાવવા માટે નકલી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટેલિકોમ વિભાગે AIની મદદથી આ નકલી સીમ કાર્ડ્સને ઓળખીને બંધ કર્યા છે. આનાથી સાઇબર ક્રાઇમને રોકવામાં મદદ મળશે.6.78 લાખ મોબાઈલ નંબર પણ બંધ
નકલી સીમ કાર્ડ સિવાય, સરકારે 6.78 લાખ મોબાઈલ નંબર પણ બંધ કરી દીધા છે, જે સાઇબર ક્રાઇમમાં ઉપયોગમાં લેવાતા હતા. આ પગલું સરકારની ડિજિટલ સુરક્ષાને વધારવાના પ્રયત્નનો ભાગ છે.
AI પાસેથી લીધી મદદ
ટેલિકોમ વિભાગે AI ની મદદથી નકલી દસ્તાવેજો પર ચાલતા 78.33 લાખ મોબાઈલ નંબરોની ઓળખ કરી અને તેને બંધ કર્યા. વિભાગે આ બાબતે x પર માહિતી આપી છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ સાઇબર ક્રાઇમને રોકવા માટે અમુક નિયમ બનાવ્યા છે-
મેસેજ ટ્રેસબીલીટી નિયમ: 11 ડિસેમ્બર, 2024 થી, ટેલિકોમ કંપની ફર્જી મેસેજ મોકલતા લોકોને શોધી શકે છે.
ફર્જી કોલ અને મેસેજ બ્લોક કરવા: 1, ઓકટોબર 2024 થી ટેલિકોમ કંપની નેટવર્ક સ્તર પર ફર્જી કોલ અને મેસેજ રોકી શકે છે.