Thursday, December 19, 2024

ટર્ન મારવા જતાં ટ્રક પલટી મોટી જાન-હાની થતાં બચી.

ટર્ન મારવા જતાં ટ્રક પલટી મોટી જાન-હાની થતાં બચી.

 

તાપી જિલ્લા તારીખ 18 ડિસેમ્બર બુધવાર ના રોજ સોનગઢ ઉકાઈ રોડ પર આવેલ દક્ષિણમુખી હનુમાનજી મંદિર રોડ ની સામે બપોરે ૧૨ કલાક ની આસપાસ ગુણસદા ખાતે આવેલ જે.કે પેપર મીલ CPM ખાતે માલ ભરીને આવેલ ટ્રક જે ગેટ પાસે અન્ય ગાડીઓ પાર્ક હોવાથી આગળ જઈ ફરીને લાવવા માટે ગયેલ ત્યારે જગ્યા પર ટર્ન મારતા સામાન ભરેલી ટ્રક નંબર GJ/12/BW/5472 પલ્ટી ખાઈ ગ‌ઈ હતી.જેથી મેઈન ઉકાઈ રોડ ની અવર-જવર રસ્તો બંધ થતા તાત્કાલીક ધોરણે ઉકાઈ પોલીસ સાથે GRD નાં જવાનો ઘટના સ્થળે સમયે પહુચી અવર-જવર કરતા લોકોને દૂર કર્યા, અને એક તરફ ડાયવર્જન આપવામાં આવ્યો અને આવતા જતાને રોડ સાઈડ પરથી રસ્તો કરી ટ્રાફિક દૂર કરવામાં આવ્યો.જેથી ટ્રાફિક સમસ્યાનો હલ કરવામા આવ્યો પરંતુ આ રીતે ભારે માલ-સામાન ભરેલી ટ્રકો મીલ માં જતા કાળજી રાખવી જોઈએ પરંતુ આવી બેદરકારી ના કારણે ઘટના થાય છે. તો તેની જવાબદારી કોની તે જાણવું જરૂરી રહ્યું.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores