*દૈયપ ઢાણી પ્રા. શાળાના શિક્ષિકાબેનનો વિદાયમાન સન્માન કાર્યક્રમ યોજાયો.*
વાવ તાલુકાના ની દૈયપ ઢાણી પ્રા. શાળા મા ફરજ બજાવતા શ્રીમતી અનામિકાબહેન નિનામા ની બદલી થતા શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા વિદાયમાન સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. કાર્યક્રમમાં દૈયપ સેન્ટરના શિક્ષકશ્રીઓ , ગ્રામજનો ઉપસ્થિત રહી બેનને સન્માનપત્ર, ભેટ અને સ્મૃતિચિહ્ન આપી 15 વર્ષ સુધી આપેલ સેવાને બિરદાવી. બેન દ્રારા તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું. આમંત્રિત મહેમાનો, ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા બેનને શુભેચ્છાઓ પાઠવી.અહેવાલ પ્રધાનજી ઠાકોર