નાનોલ પ્રા શાળા મા ૧૭ વર્ષ સુધી નોકરી કરતા શિક્ષિકાની વતનમાં બદલી થતાં વિદાય અપાઈ.
પ્રતિનિધિ : થરાદ
નાનોલ પ્રા શાળા મા ૧૭ વર્ષ સુધી નોકરી કરતા શિક્ષિકા પુનમબેન શર્મા ની પોતાના વતનમાં બદલી થતાં ગતરોજ તા. ૧૭/૧૨/૨૦૨૪ ના રોજ નાનોલ પ્રા શાળા મા તેમને ભાવવિભોર વિદાય શાળા પરિવાર તથા બાળકો દ્વારા આપવામાં આવી હતી. બહેનએ પોતાની નોકરી દરમ્યાન શાળા મા શૈક્ષણિક કામગીરી થકી શાળા પરિવાર સાથે બાળકો મા ખૂબ જ તાદાત્મ્ય કેળવ્યુહતુ.
છેલ્લા ૨ વર્ષથી બાલવાટીકા મા તેમણે પ્રશંસનીય કામગીરી કરી હતી. નાના બાળકોને પ્રવૃતિમય તેમજ આનંદદાયી શિક્ષણ સાથે શાળામા નિયમિત પણે બાળકો આવે તેવો તેમનો કાયમી ધોરણે ધ્યેય રહ્યો હતો. તેમને કામગીરીને ઉપરની કક્ષાએ પણ વખાણ કરવામાં આવ્યા હતા. નાનોલ પ્રાથમિક શાળા માટે આ ખૂબ જ નોંધનીય બાબત હતી તેમની બદલી શાળા પરિવાર માટે કાયમ માટે ના પુરાય તેવી ખોટ સાબિત થઈ પરંતુ વતનમાં બદલી થતાં એક ખુશીની બાબત હતી તેમની વિદાય પ્રસંગે શાળા પરિવાર દ્વારા તેમને ચાંદીની ગણપતિની મૂર્તિ તેમજ પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને શ્રીફળ સાલ અને પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું હતું શાળાના મધ્ય ભોજન સંચાલક સંતોષપુરી બાપજી દ્વારા પણ ભેટ આપવામાં આવી હતી બાળકો દ્વારા પણ તેમને વિવિધ ભેટો અર્પણ કરવામાં આવી હતી તેમના વિદાય પ્રસંગે સ્ટાફગણ દ્વારા તેમજ આચાર્ય અણદાભાઈ પટેલ દ્વારા તેમને આગળની ભવિષ્યની શૈક્ષણિક નોકરી માટે અને શૈક્ષણિક જીવનની સફળતાઓ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી શાળાના બાળકો દ્વારા પુષ્પોની સીડી બનાવીને તેના ઉપર બહેનને ચાલવામાં આવ્યા હતા તથા પુષ્પ તેમના ઉપર વેરવામાં આવ્યા હતા. કેટલાય બાળકો આંખોમાં આંસુઓ સાથે તેમને વિદાય આપી હતી. આ પ્રસંગે બહેનએ વિદાય લેતા પહેલા નાનોલ પ્રાથમિક શાળાને 5000 રૂપિયાની ભેટ આપી હતી