Monday, December 30, 2024

આયાત જકાત વધતા કાચા માલ મોંઘા બન્યા: ખાદ્ય તેલથી લઇને સાબુ સહિતની વસ્તુ 5 થી 20% મોંઘી થશે.

આયાત જકાત વધતા કાચા માલ મોંઘા બન્યા: ખાદ્ય તેલથી લઇને સાબુ સહિતની વસ્તુ 5 થી 20% મોંઘી થશે.

 

ફુગાવો ભલે ઘટે પણ સામાન્ય માનવીને કોઇ રાહત મળે તેવી શકયતા નથી : બજારમાં મોંઘવારી ઇફેકટ યથાવત

આયાત જકાત વધતા કાચા માલ મોંઘા બન્યા : કંપનીનો પ્રોડકશન ખર્ચ વધ્યો : ગ્રાહકોને સીધી અસર થશે : ટાટા, વિપ્રો, નેસલે, મેરીકો, અદાણી, ડાબર, હિન્દુસ્તાન લીવર, ગોદરેજ સહિતની કંપનીઓએ ભાવ વધારવા તૈયારી કરી.આગામી દિવસોમાં તમારૂ ઘરનું બજેટ ટાઇટ રાખવા તૈયારી કરી લેજો એક તરફ જથ્થાબંધ ફુગાવો નીચે આવી રહ્યો છે અને તેના કારણે છુટક ફુગાવો ઘટે તેવા સંકેત છે પરંતુ અત્યારે ફુગાવાજનક દબાણ અર્થતંત્ર પર સૌથી વધુ છે અને તેથી જ આ માસથી જ હિન્દુસ્તાન લીવર, ગોદરેજ કન્ઝયુમર, ડાબર, ટાટા, પારલે, વિપ્રો, મેરીકો, અદાણી, નેસલે સહિતની કંપનીઓ કે જે ખાદ્યથી લઇને રોજબરોજ વપરાશના ઉત્પાદનો વેંચે છે. તેઓએ પોતાના પ્રોડકટના ભાવ વધારવા તૈયારી કરી લીધી છે અને ખાસ કરીને કોમોડીટીના ભાવમાં વધારો થયો છે આ ઉપરાંત કસ્ટમ ડયુટી પણ વધી છે અને તેના કારણે ગ્રાહક સંબંધી ઉત્પાદનો બનાવતી કંપનીઓ માટે તેના તમામ ચીજોના ભાવ વધારાનું ફરજિયાત થયું છે તેલ, ચા, આઈસ્ક્રીમ, સૌંદર્ય પ્રસાધનો ઉપરાંત ટુથપેસ્ટ સહિતની ચીજો પાંચથી વીસ ટકા જેટલી મોંઘી થશે.

 

સપ્ટેમ્બર માસમાં આયાત ડયુટીમાં 22 ટકા જેટલી વધી છે આમ પુરા વર્ષમાં આ ડયુટી 40 ટકા વધી છે. આ ઉપરાંત ખાંડ, ઘઉં અને તેનો લોટ અને કોફી આ તમામ મોંઘા બન્યા છે. કોફીના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યાર સુધીમાં સૌથી ઉંચા નોંધાયા છે જેના કારણે કં5નીઓના પડતર ખર્ચમાં વધારો થયો છે. પારલે પ્રોડકટ દ્વારા તેના તમામ લોકપ્રિય બ્રાન્ડ ઉપરાંત હાઇડ એન્ડ સીક અને ફેબ બિસ્કીટના ભાવમાં પણ વધારો કરાયો છે. કંપનીઓ આશા રાખે છે કે ભાવ વધારા છતાં પણ તેમાં ફર્ક પડશે નહીં. એક તરફ કન્ઝયુમર માર્કેટ 4.3 ટકાના ધોરણે વધ્યું છે પરંતુ નવેમ્બર માસમાં તેની માંગ 4.8 ટકા ઘટી છે.

 

ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સારા ચોમાસા છતાં પણ આ ક્ષેત્રની માંગમાં કોઇ મોટો વધારો થયો નથી. તેથી હિન્દુસ્તાન લીવર કે જેને સાબુઓ અને ચાના ભાવ વધાર્યા છે. ડાબરે તેના હેલ્થ કેર પ્રોડકટમાં વધારો કર્યો છે. નેસલે એ કોન્ટીટી ઘટાડીને ભાવ વધારે એડજેસ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. નેસ્ટ કાફે બ્રાન્ડ મોંઘી થઇ છે અને આ તમામ કંપનીઓ વેચાણના વોલ્યુમના આધારે તેનો નફો જળવાઇ રહેશે તેવી આશા રાખે છે. ડાબરના ચીફ ફાયનાશ્યિલ ઓફિસ અંકુશ જૈનના જણાવ્યા મુજબ તેના ટુથપેસ્ટ અને મધના બ્રાન્ડના ભાવમાં વધારો કર્યો છે. પરંતુ તેનાથી ગ્રાહકો જળવાઇ રહેશે તેવી આશા રાખે છે. છતાં પણ કંપનીઓને ડર છે કે ચોકકસપણે માંગ ઘટી જશે. વિપ્રો દ્વારા તેની લોકપ્રિયતા બ્રાન્ડ સંતુર સાબુ, યાર્ડલી ફ્રેગનન્સના ભાવમાં પણ વધારો કરવાની ફરજ પડી છે. વાસ્તવમાં બજારમાં આ પ્રકારની માંગ ધીમી પડી રહી છે. ખાસ કરીને રોજબરોજની આવશ્કયતા જોવા ખાદ્ય પદાર્થો કૃષિ ઉત્પાદનોમાં ભાવ વધારો થયો તેના કારણે લોકો પોતાની અન્ય ખરીદીને ઘટાડી રહ્યા છે અને તેની સીધી અસર કંપની પર પડી રહી છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores