વતન નું ગૌરવ પાળીયાદ મહાજન પાંજરાપોળમાં રૂ. 51000 નું દાન
આજરોજ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં અબોલ જીવો માટે ગૌશાળા ટ્રસ્ટ નાં સ્તંભ નાં આધાર સ્તંભ તેમજ પ્રેરક પરિવાર નાં શ્રીમતી અંજલીબેન જીગ્નેશભાઈ ગોપાણી પાળિયાદ વાળા હાલ મુંબઈ નાં જન્મ દિવસ ની ખુશાલી નિમિત્તે રુ.૫૧૦૦૦/- રૂપિયા જીવદયા માં અનુદાન પ્રાપ્ત થયેલ છે દાતા સ્વ. ભારતીબેન ગુણવંતભાઈ ગોપાણી પરિવાર પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં ટ્રસ્ટીઓ તથા સેવાભાવી ટીમ અંજલીબેન ને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે.અબોલ પશુઓનાં ઘાસચારા માટે મળેલ છે.શુભ મંગલ શુભેચ્છા સાથે આભાર ખુબ ખુબ ધન્યવાદ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ જીવદયા પ્રેમી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે.