UCMAS આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભારત ગુજરાતની સોમ્યા પ્રમોદ ગોયલ રહે. સાબરકાંઠા, હિંમતનગર ની દિકરીએ ડંકો વગાડ્યો.
સંજય ગાંધી દ્વારા તા.૨૦
તાજેતર માં UCMAS આંતર્રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા દિલ્હી ખાતે યોજવામાં આવેલ.જેમાં ગુજરાત રાજ્યના સાબરકાંઠા હિંમતનગરથી કુમારી સૌમ્ય પ્રમોદ ગોયલ C ગ્રેડ માં પ્રથમ રનર -અપ રહી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવ્યું હતું, આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કુલ ૩૦ દેશો સાથે ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.આ સ્પર્ધાના કુલ આઠ મિનિટ માં ૨૦૦ દાખલા પૂર્ણ કરવાના હોય છે કુમારી સોમ્યા એ આઠ મિનિટ માં ૧૬૦ દાખલા પૂર્ણ કરી પ્રથમ નંબર પ્રાપ્ત કરી દેશનું ગુજરાત રાજ્યનું અને સાબરકાંઠા જિલ્લા નું ગૌરવ વધારી રાષ્ટ્રીય કક્ષાએ પાંચમો ક્રમ માં આવી દિકરી એ ડંકો વગાડ્યો હતો.
આ પ્રસંગે UCMAS ના CEO & president ડૉ સ્નેહલ કારીયા , હિંમતનગર સેન્ટર ના મેડમ ઊર્વી અડાલજા ,શિવાની અડાલજા તથા ટીમ દ્વારા અભિનંદન અને શુભેચ્છા પાઠવેલ છે.દીકરીના માતા -પિતા ના શિક્ષણ સંસ્કાર અને સતત માર્ગદર્શન પ્રેરણા થકી કારકિર્દી ઉજ્જવળ ભવિષ્ય માટે યશ ભાગી છે તેમના સમાજ અને પરિવાર મિત્ર મંડળમાંથી અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવે છે.






Total Users : 157811
Views Today : 