જિલ્લામાં કેમિકલ યુક્ત નશીલા પદાર્થ તાડી ના વેચાણ નો પર્દાફાશ; ગીર સોમનાથ LCB એ આખું રેકેટ ઝડપી પાડયું
મહીસાગર ના સંતરામપુર થી કોડીનાર ST બસ માં પાર્સલ આવેલ. સુત્રાપાડા ના ઘંટીયા પ્રાચી ફાટકે દેશી દારૂ નો બુટલેગર ઝાડપાતા ભાંડો ફૂટ્યો સ્થાનિક બુટલેગર મુંબઈ થી તાડી જેવો કેમિકલ યુક્ત પદાર્થ મેળવી તાડી બનાવતો લોકો ના આરોગ્ય માટે ખુબજ ગંભીર કેમિકલયુક્ત દારૂ નું વેચાણ થતું ગીર સોમનાથ LCB એ ત્રણ શખ્સો ની મુંબઈ થી ધરપકડ કરી પોલીસ તપાસ માં રાજ્યવ્યાપી રેકેટ નો પર્દાફાશ થશે કુદરતી તાડી પૂરતા પ્રમાણમાં ના મળતા કેમિકલયુક્ત તાડી વેચવા નું ચાલુ કર્યા નો બુટલેગટ નો ખુલાસો આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર એક માસ અગાઉ જિલ્લાના સુત્રાપાડા પોલીસે પંથકના પ્રાંચી ઘંટીયા ગામે દુર્ગાપ્રસાદ ઉર્ફે દિલીપ લીગીંગયા ઉં.વ.41ના ઝુંપડા ઉપર દરોડા પાડીને પાસ પરમીટ વગર તાડી ભરેલી પ્લાસ્ટીકની કોથળીએ નંગ 8, જેમાં આશરે તાડી લી.4નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કરી તેની પૂછપરછ કરતાં આર્થિક ફાયદા માટે કુદરતી ઝાડ પરથી મળી આવતી તાડી પુરતા પ્રમાણમાં ન મળતી હોવાથી સંતરામપુરના શ્રીનિવાસ ઉર્ફે ચીનુ નરસિંહમા દેંકલાનો સંપર્ક કરી તાડી બનાવવા માટે જરૂરી કેમિકલયુક્ત કલોરલ હાઇટેડ પાવડર મંગાવેલ જેનું પાર્સલ એસટી બસ મારફતે સંતરામપુરથી કોડીનાર સુધી આવેલા અને તેના પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા. જેથી સંતરામપુરથી ચીનુની અટક કરી તપાસ આગળ વધારી હતી.
દરમિયાન મળેલી માહિતીને લઈ એલસીબી પીઆઈ એ.બી. જાડેજાની સુચનાથી પીએસઆઈ એ.સી.સિંધવએ ચીનુને કેમિકલનો પાવડર મોકલનાર મહેશ પોનચેટ્ટી મુંબઈ હોવાની માહિતી મળતા ત્યાં પહોંચી તેને પકડી પાડી પૂછપરછ કરી હતી. જેમાં પ્રકાશ ઉર્ફે પપ્પુ પાસેથી કલોરલ હાઇટ્રેડ પાવડર મંગાવતો હોવાનું અને આ પ્રકાશ પોતાના પાર્ટનર તિરૂપતિ બંન્ને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના અમરાપુર ગામમાં રાજહંસ કેમિકલ નામની કંપની ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું.જેના આધારે સ્થાનિક પોલીસની મદદથી મહારાષ્ટ્રના મુંબઈથી (1) મહેશ રાજન્ના પોન્નુચેટટી ઉં.વ.37 (તાડીની દુકાન), (2) પ્રકાશ ઉર્ફે પપ્પુ ગોપવાણી ઉં.વ. 45 (કેમિકલ ફેક્ટરી), (3) તીરૂપતી શંકર એગોલપુ ઉં.વ. 42 (તાડીનો વેપાર)ની ધરપકડ કરી અત્રે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણ આરોપી પૈકી પ્રકાશ ઉર્ફે પપ્પુ અને મહેશ પોન્નુચેટટી સામે ગુનાઓ નોંધાયેલા હોવાનું પીઆઈ એ.બી.જાડેજાએ જણાવ્યું છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા ગીર સોમનાથ