તાપી જિલ્લામાં વિશ્વ ધ્યાન દિવસની ભવ્ય ઉજવણી.
સંજય ગાંધી દ્વારા તા.૨૧ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત વિશ્વ ધ્યાન યોગ દિવસની ભવ્ય ઉજવણી શ્રીરામ તળાવ ગાર્ડન, વ્યારા ખાતે યોજાઈ. તાપી જિલ્લા યુવા વિકાસ અને સાંસ્કૃતિક અધિકારી શ્રી મતી અમૃતાબેન ગામીતની આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ રહી. તાપી જિલ્લા કોર્ડીનેટર શ્રીમતી જ્યોતિબેન દ્વારા યોગ અને સમર્પણ ધ્યાન સંસ્થા દ્વારા ખૂબ સરસ ધ્યાન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાધકો અને સમર્પણ ધ્યાન સંસ્થાના સાધકો આ શિબિરમાં જોડાયા અને આ વિશેષ ધ્યાન શિબિર નો લાભ લીધો.