સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાર્સલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સફળતા મળી
સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાર્સલ બોમ્બ બ્લાસ્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે પોલીસની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. એલ.સી.બી. ઝોન-2 અને સાબરમતી પોલીસના કર્મચારીઓએ સમયસુચકતા અને હિંમતપૂર્વક કાર્યવાહી કરતા આરોપીઓને ક્રેટા કારમાંથી જીવતા બોમ્બ (નંગ-2), દેશી બનાવટના હથિયાર (નંગ-1) તથા જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યા હતા.
આ કાર્યવાહી દ્વારા અન્ય કોઈ ગંભીર બનાવ બનતો અટકાવીને લોકજન્માનસમાં સુરક્ષા અને શાંતીનો સંદેશો આપવામાં આવ્યો છે. પોલીસ દળે કાયદેસરની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને આ ઘટનાને મટાડવા માટે ન્યાયસંગત પગલાં લીધા છે.
આ સફળતાથી સાબરમતી વિસ્તારની લોકલ સુરક્ષામાં વધારો થયો છે અને પોલીસે બતાવેલી તકેદારીની પ્રશંસા થઈ રહી છે.
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ