Monday, December 23, 2024

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ ધ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ ધ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

 

સાબરકાંઠા આત્મા પ્રોજેક્ટ ધ્વારા કેશવ એગ્રોટેક, મટોડા, ખેડબ્રહ્મા ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ સાંસદશ્રી, રાજ્યસભા શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતા અને સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થતીમાં યોજવામાં આવ્યો હતો. મહાનુભાવો ધ્વારા દિપ પ્રાગટ્ય કરી પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી પોતાના ઘરે જ મળી રહે તેવા આશય સાથે આત્મા ધ્વારા તૈયાર કરેલ વર્ષ ૨૦૨૫ ના પ્રાકૃતિક ખેતીની સંપુર્ણ માહિતી સાથેના કેલેન્ડરનુ મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી વિમોચન કરવામાં આવ્યુ હતુ.

શ્રીમતી શોભનાબેન બારૈયાએ ખેડૂતોને પોતાના પરિવાર પુરતુ પણ પ્રાકૃતિક ખેતી અપનાવી ઝેર મુક્ત ખોરાક આરોગવા સૌને અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમના અધ્યક્ષા શ્રીમતી રમીલાબેન બારા ધ્વારા ખેડબ્રહ્મા અને પોશિના તાલુકાના ખુબ જ મોટી સંખ્યામાં હાજર રહેલ ખેડૂત ભાઈ-બહેનોને પ્રાકૃતિક ખેતી શા માટે આજના સમયની તાતી જરૂરીયાત છે તેમજ તેના આધ્યાત્મીક અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ખુબ જ ઉંડાણપુર્વકની માહિતી પુરી પાડી હતી અને હાજર તમામને આગામી સમયમાં પોતાના જમીનના નાના એવા ભાગથી પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.

આ કાર્યક્રમમાં અન્ય મહેમાનશ્રી તરીકે શ્રી કે.એસ.પટેલ,સંયુક્ત ખેતી શ્રી(વિ.),મહેસાણા વિભાગ, મહેસાણા, ડાયરેક્ટર, આત્મા,સાબરકાંઠા સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં હાજર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેત પેદાશોના તેમજ ફાર્મ મીકેનાઈઝેશન,માઈક્રો ઈરીગેશન સિસ્ટમ વગેરેના સ્ટોલનું આયોજન તેમજ ડ્રોન પધ્ધતિનો લાઈવ ડેમો કાર્યક્રમના સ્થળે ગોઠવવામાં આવ્યો હતો.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores