ગાંભોઈ પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત ગાંભોઈ પોલીસ અને એચસીસી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો
પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્ર યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ,ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા તથા વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ.કે.પટેલ સાહેબ હિંમતનગર વિભાગ હિંમતનગર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ અને જાહેર જનતા વચ્ચે સમન્વય કેળવાય તેમજ ટ્રાફિક અવેરનેશ વધુ સુદૃઢ બને તથા માનવ જિંદગીને બચાવવા ઉપયોગી થાય તે માટે કાર્યક્રમ યોજાયો
તા. 23/12/2024ના રોજ ગાંભોઇ પોલીસ સ્ટેશન ધ્વારા સુરક્ષા સેતુ અતર્ગત ગાંભોઇ પોલીસ તથા સ્થાનિક એચ. સી.સી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના સંયુક્ત પ્રયાસથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ.જેમાં પોલીસ સંકલનથી ૬૪ રક્તદાતા ઓએ રક્તદાન કરેલ છે.જેમા ગાંભોઇ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી, હોમગાર્ડ તથા જી.આર.ડી કર્મચારીઓએ રક્તદાતા તરીકે જોડાઇને માનવ જિંદગી બચાવવાનું ઉમદા કાર્ય કરેલ છે.ગાંભોઇ પોલીસ ધ્વારા માનવતાની આ ઉમદા સેવા કરનાર તમામ રક્તદાતાઓને ટ્રાફિક અવેરનેશ તથા આગામી ઉતરાયણના તહેવાર ને અનુલક્ષીને વિના મુલ્યે હેલ્મેટ વિતરણ કરવામાં આવેલ છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891