Wednesday, December 25, 2024

શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રી ખુ.મ. ગાંધી પ્રાથમિક શાળા વ્યારા ના ધોરણ-૩ ના વિદ્યાર્થીઓને તા.૨૧/૧૨/૨૪ ને શનિવારનાં રોજ વ્યારા ફાયર સ્ટેશનની મુલાકાતે લઈ જવામાં આવ્યા.

સંજય ગાંધી દ્વારા તા.૨૪

શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રી ખુ.મ. ગાંધી પ્રાથમિક શાળા વ્યારા ના ધોરણ-૩ ના વિદ્યાર્થીઓને તા.૨૧/૧૨/૨૪ ને શનિવારનાં રોજ વ્યારા ફાયર સ્ટેશનની મુલાકાતે લઈ જવામાં આવ્યા. જયાં વિદ્યાર્થીઓને આગ લાગે ત્યારે સાવચેતીના પગલાં લેવા તથા આગને કાબુમાં કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. દરેક પ્રકારના અગ્નિશામક યંત્રો તથા ફાયર સેફ્ટીના સાધનો બતાવવામાં આવ્યા અને તેના ઉપયોગ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી. વ્યારા નગરપાલિકાના ફાયર સ્ટેશન પર હાજર તમામ કર્મચારીઓનો ખૂબ સારો સહકાર પ્રાપ્ત થયો. વોટર વર્કસ સમિતીના ચેરમેન નગર સેવક શ્રી સંજયભાઈ સોની ખાસ હાજર રહ્યા અને વિદ્યાર્થીઓને અલ્પાહાર પણ આપ્યો. શાળા પરિવાર તરફથી વ્યારા નગરપાલિકા -ફાયર સ્ટેશન કર્મચારીગણ તથા શ્રી સંજયભાઈ સોનીનો અંતઃ કરણ પૂવર્ક આભાર માન્યો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores