*મોટીવેશનલ કાર્યક્રમમાં મુખ્ય વક્તા આઈ.પી.એસ વેદિકા બિહાની હતા*
*થરાદ એબીવીપી દ્વારા મિશન સાહસી અને મોટિવેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો*
*૩૦૦ જેટલી બહેનો સાથે મોડેલ સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો*
પ્રતિનિધિ : થરાદ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થી અને રાષ્ટ્ર હિત માટે કાર્ય કરતું સંગઠન છે જેના દ્વારા અવારનવાર કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે ગતરોજ થરાદ ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા/થરાદ ભાગ દ્વારા મિશન સાહસી અને મોટીવેશનલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ૩૦૦ જેટલી બહેનોને કરાટે ની તાલીમ આપવામાં આવી હતી ત્યારબાદ મોટીવેશનલકાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટીવેશનલ કાર્યક્રમમાં મુખ્ય વક્તા આઈ.પી.એસ વેદિકા બિહાની હતા અને થરાદ ડી.વાય.એસ.પી એસ.એમ. વારોતરિયા હતા
આ કાર્યક્રમમાં એબીવીપીના જિલ્લા સંયોજક દૈવિક પંચાલ,ભાગ સંયોજક રાજેશ જોષી(નાનોલ), નગરમંત્રી વિશાલપુરી ગૌસ્વામી, કોષાઅધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત,નગર સહમંત્રી બીજલ પઢીયાર, હેતલબેન પંચાલ તેમજ શાળા પરિવાર માંથી શાળાના પ્રિન્સિપાલ કરશનભાઈ પઢાર, પ્રકાશભાઈ જોષી હાજર રહ્યા હતા તેમજ આમંત્રિત મહેમાનો મદદનીશ શિક્ષણ નિરીક્ષક શામળભાઈ પ્રજાપતિ, લીંબાઉ પે.સેન્ટર ના આચાર્ય દાનાભાઈ પઢાર, સરસ્વતી વિદ્યાલય વજેગઢ ના સંચાલક રામભાઈ પટેલ,થરાદ પોલીસ સ્ટાફમાંથી સુરેશભાઈ ચૌધરી, ડી.વાય.એસ.પી કચેરી થી જોધાભાઈ,વિનોદભાઈ પ્રજાપતિ(સોસીયલ મીડિયા) તેમજ એ.બી.વી.પી નગરટીમ અને કેમ્પસ ટિમો માંથી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને બૌ સુંદર કાર્યક્રમ નું સફળ આયોજન થયું હતું આ કાર્યક્રમમાં આઈ.પી.એસ વેદિકા બિહાની દ્વારા બહેનો ને પડતી તકલીફો ને પ્રશ્નોત્તરી પણ રાખવામાં આવી હતી અને બહેનોએ કરેલા પ્રશ્નોના જવાબ પણ વક્તા દ્વારા આપવામાં આવ્યા હતા.
રીપોટ,, હમીરભાઈ રાજપુત થરાદ