યાત્રાધામ અંબાજી માં સોમવાર સાંજે બે વેપારીઓના હાથમાંથી રોકડ રકમ લુંટ કરનાર બે શબ્દોની અંબાજી પોલીસે ઝડપી લીધા હતા. જેમનો અંબાજી બજારમાં જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. … અંબાજી ના સોમવાર ની સાંજના સવારે અંબાજીના ડીકે ત્રિવેદી સર્કલ પર મિનરલ વોટર નો વ્યવસાય કરતાં નિર્મલ જોશી પાસેથી સર જાહેરમાં લોખંડની પાઇપ સાથે આવેલા બે ઈસમોયે રૂ 9700 ની લૂંટ ચલાવી હુમલો કરતાં ભારે દહેશતનું મોઝુ ફરી વળ્યું હતું અંબાજી પોલીસ મથકમાં પી.આઈ.આર.બી ગોહિલ શહીત પોલીસ કર્મીઓએ તાત્કાલિક તપાસનો દોર અને અજાણ્ય ઈસમો નો પીછો કડી ગણતરીના સમયમાં સળિયા પાછળ ધકેલી વધુ ઊંડી પૂછપરછ અને તપાસ હાથ ધરતા બંને અંબાજી નજીક જંમ્બેરા ગામના કાકો ભત્રીજો એવા પપ્પુ ભગા સોલંકી તેમજ સુરેશ ગના સોલંકી હોવાનું બહાર આવ્યું હતું. જેમને અન્ય બીજી પણ લૂંટ કરી હોવાનું કબૂલ્યું હતું અને ઈસમો ને મંગળવાર ની સાંજે તીર્થધામના જાહેર માર્ગ પર ફેરવવામાં આવ્યા હતા .. રિપોર્ટર મમતા નાઈ અંબાજી